પાટણ ખાતે મહિલા હેલ્પલાઇન દ્વારા ગયા મહિને બિન વારસી ફરતી એક મહિલાને ધારપુર ખાતેના સખી વન સ્ટોપ સેન્ટરમાં લાવી પૂછપરછ દરમિયાન આ મહિલા મહારાષ્ટ્રના સિંધુ દુર્ગ જિલ્લાની હોવાની હકીકત જાણવા મળતા પોલીસ અને તંત્રના સહયોગથી તેણીને તેના વતનમાં લઈ જઈ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
ભારત સરકાર પુરસ્કૃત મહિલા બાળ વિકાસ મંત્રાલય અને મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર, ધારપુરમાં 10 ફેબ્રુઆરીના રોજ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા સમી તાલુકાના બાસ્પા ગામેથી મળેલ મહિલાને લવાઈ હતી. પોતાનું નામ સરનામું જણાવતા નહતા.
સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલિકાઓ દ્વારા વખતોવખત કાઉન્સેલીંગ કરાતાં તેઓ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જીલ્લાના કંકાવલીના હોવાનું જાણવા મળ્યુ હતું. જેને પગલે મહિલા અને બાળ વિકાસ અધિકારી તેમજ દહેજ પ્રધિબંધક સહરક્ષણ અધિકારી મુકેશભાઇ પટેલના માર્ગદર્શનથી કંકાવલી પોલીસ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.
ત્યારબાદ બાલીસણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ લીમ્બાચીયાએ રૂબરૂ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઇ પોલીસ અધિક્ષકને હકીકતથી વાકેફ કર્યા બાદ સરકારી વાહનમાં પોલીસ સ્ટાફ સાથે યુવતીને તેમના વતન સુધી પહોંચાડવામાં આવી હતી.આમ છ માસથી પોતાના પરિવારથી વિખુટા પડેલા યુવતી તેમના પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.