સામાન્ય સભા:પાટણ યુનિવર્સિટી દ્વારા મફતલાલ પટેલને ડીલીટની પદવી માટે નોમિનેટ કરાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીના કુલપતિના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં આ નિર્ણય લેવાયો સામાન્ય સભામાં 32 સભ્યો હાજર રહ્યા હતા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના રંગ ભવન હોલ ખાતે શુક્રવારના રોજ સેનેટ સભ્યોની સામાન્ય સભા કુલપતિના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં 32 સભ્યો હાજર રહ્યાં હતા.યુનિવર્સિટી ખાતે મળેલી સેનેટ સભ્યોની સામાન્ય સભામાં ફક્ત એક જ મુદ્દાનો એજન્ડા રાખવામાં આવ્યો હતો.

મફતલાલ પટેલને ડીલીટની પદવી એનાયત કરાશેગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પતિ મફતલાલ પટેલને ડીલીટની પદવી આપવા માટેનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેઓના નામને રાજ્યપાલને મોકલી આપવા નક્કી કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં મફતલાલ પટેલને યુનિવર્સિટી દ્વારા ડીલીટની પદવી એનાયત કરવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે મળેલી સેનેટ સભ્યોની સામાન્ય સભામાં યુનિવર્સિટી કુલપતિ ડૉ. જે. જે વોરા, કા.રજિસ્ટાર ડો.ડી.એમ.પટેલ સહિત સેનેટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...