ખેડૂતોમાં હરખની હેલી:પાટણ જિલ્લામાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી, બજારોમાં પાણી ભરાતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર, શંખેશ્વર, હારીજ, ચાણસ્મા અને પાટણમાં વરસાદ

હવામાન વિભાગની આગાહીનાં પગલે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારની સાંજે ગાજવીજ સાથે મેધરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. પાટણ, શંખેશ્વર, સિદ્ધપુર, હારિજ, ચાણસ્મા પંથક સહિતના ગામડાઓમાં મુશળધાર વરસ્યો હતો.

ખેડૂતો ખુશખુશાલ
જિલ્લામાં હવામાન ખાતાની આગાહીના પગલે એકાએક વરસાદી માહોલ જામતાં આકાશમા કાળા ડીબાંગ વાદળો ધેરાયા હતાં. દિવસભરના ઉકળાટ બાદ સાંજે શરૂ થયેલા વરસાદનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર, શંખેશ્વર, હારીજ, ચાણસ્મા અને પાટણ સહીતના ગ્રામીણ પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સજૉવા પામી હતી. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...