યુવક રસ્તા પર સૂઈ જતા વાહનચાલકો પરેશાન:પત્નીના વિયોગમાં પાગલપન પર ઉતરેલો પતિ પાટણ-હારીજ માર્ગ પર સૂઈ ગયો, પોલીસે દોડવું પડ્યું

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ હારીજ હાઇવે માગૅ પર સાઈબાબા ચોકડી આગળ મંગળવારે મોડી સાંજે પત્ની વિયોગમાં પાગલપન પર ઉતરી આવેલા પુરૂષે રોડ વચ્ચે સુઈ જઈ ડ્રામા કરતા માગૅ પરથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓ વિમાસણમાં મુકાયા હતા. તો આ બાબતે ના છુટકે પોલીસને જાણ કરતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી આ હાઈ પ્રોફાઈલ ડ્રામો કરનાર પુરુષને માર્ગ પરથી દૂર કરી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી હકીકત મુજબ કાનોસણના યુવાને પોતાની ડાયવોર્સ આપેલી પત્નીને ફરીથી લેવા જતા તેના સાસરિયાઓએ પોતાની દીકરીને મોકલવાની ના પાડતા યુવાને પાટણ હારીજ હાઇવે માર્ગ પર સાઈબાબા ચાર રસ્તા નજીક હાઇવે માર્ગ વચ્ચોવચ આરામ ફરમાવી માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓને વિમાસણમાં મૂક્યા હતા અને યુવાને આ હાઇવે માર્ગ માથે લેતા માર્ગ પરથી પસાર થતા વાહનો ને પોતાની ઉપર ચડાવી દેવામાં આવે એવો હઠાગ્રહ કરતાં એક ટ્રેક્ટર ચાલકે મહામુસીબતે પોતાનું વાહન માર્ગ પરથી પસાર કરવું પડ્યું હતું. તો આ બાબતે યુવકના ખારી વાવડી ખાતેના સાસરિયાઓને ફોન કરી સ્થળ પર બોલાવતા સગા વહાલા કોઈએ ઘટના સ્થળે દોડી આવી યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ યુવક કોઈનું સાંભળવા તૈયાર નહિ થતા અને ઘેર જવા પણ તૈયાર નહિ થતા આખરે આ ડ્રામાને ખતમ કરવા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી માર્ગ વચ્ચે આરામ ફરમાવતા યુવાનને દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...