મડા સાતમ:પાટણના પંચમુખી હનુમાન મંદિર નજીક આવેલા ઘેલ ગાત્રેશ્વરી માતાજીના મંદિર પરિસર ખાતે મડા સાતમની ઉજવણી કરાઈ

પાટણ5 દિવસ પહેલા
  • મહિલાઓ, બાળકો અને વડીલોએ વારા ફરતી નનામી પર બેસીને માતાજીની સન્મુખ સારા સ્વાસ્થ્યની કામના કરી

પાટણ એ ધાર્મિક નગરી છે અને અહીં સદીઓ જૂની ધાર્મિક પરંપરા આજે પણ અકબંધ રહી છે. ત્યારે આસો સુદ સાતમના દિવસે પાટણ શહેરના પંચમુખી હનુમાન મંદિર નજીક બિંદુક્ષિણી ઘેલ ગાત્રેસ્વરી માતાના મંદિર પરિસર ખાતે મડા સાતમની ઉજવણી કરવામાં આવી હતી.

મડા સાતમનનો મહિમાં જોઈએ તો પાટણમાં વસતા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ તેમજ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા વર્ષોની પરંપરાનુસાર મડા સાતમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સમાજના કુળદેવી બિન્દુક્ષણી માતાની પૂજા અર્ચના કરી માતાજી વાહન ગણાતા સબ સબ વાહિની છે તેના પ્રતિક રૂપે નનામી બનાવી સમાજના સૌ કોઈ લોકો તેના પર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય સારુ રહે તેના માટે પ્રાર્થના કરે છે.

વર્ષો પહેલા રાજસ્થાન અને ગુજરાતમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે રોગચાળાથી બચવા તે સમયે શ્રીમાળી તેમજ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા કુળદેવી બિંદુક્ષણી માતાની પૂજા અર્ચના કરી હતી અને માતાજી પ્રશન્ન થતા રોગચાળામાંથી મુક્તિ મળી હતી. ત્યારથી બ્રાહ્મણો દ્વારા મડા સાતમની દર નવરાત્રી ના સાતમાં દિવસે ઉજવણી કરવામાં આવે છે.

બિંદુ ક્ષણી માતાનું વાહન સબ વાહિની હોઈ તેના પ્રતિક રૂપે નનામી બનાવવામાં આવે છે અને માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ સૌ કોઈ લોકો પ્રતિક રૂપે બનાવેલી નનામી પર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય સારુ રહે તેના માટે માતાજીને પ્રાર્થના કરતાં હોવાનું અને આ પરંપરા રાજસ્થાન નાં ભીલમાલ અને ઉત્તર ગુજરાત નાં ખેરાલુ અને પાટણમાં આજની તારીખે નિભાવવામાં આવતી હોવાનું સામવૈદી બ્રહ્મ સમાજ નાં આગેવાન ચંદ્રવદનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...