• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Maa Kali Was Worshiped On The Night Of Kali Chaudhash At The Temple Of Nagardevi Kalika Mata In Patan, A Large Number Of Devotees Took The Opportunity To Worship

ધાર્મિક કાર્યક્રમ:પાટણમાં નગરદેવી કાલિકા માતાના મંદિરે કાળી ચૌદશની રાત્રે મા કાળીની પૂજા કરાઈ, મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પૂજાનો લ્હાવો લીધો

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક અક્ષરથી શરૂ થતાં માતાજીના 1008 નામોના ઉચ્ચાર સાથે ચોખા, ફુલ અને બિલિપત્ર ચડાવાયા મંદિરમાં કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને નાયનરમ્ય શણગાર કરવામાં આવ્યો

પાટણના નગર દેવી કાલિકા માતાજીના મંદિરે કાલીચૌદસ નિમિત્તે માં કાળીની પૂજા કરાઈ હતી. જેમાં રાત્રે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ કાલી પૂજા કરવાનો લ્હાવો લીધો હતો. કાલિકા માતાજી અને ભદ્ર ક્લીકા માતાજીને કાળી ચૌદશ નિમીત્તે નાયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો.

વિધિવિધાન મુજબ થતી આ કાલી પૂજામાં ક અક્ષરથી શરૂ થતાં માતાજીના 1008 નામોના ઉચ્ચાર સાથે માતાજીને ચોખા, ફૂલ અને બિલિપત્ર ચડાવવામાં આવ્યાં હતા. ભાવિ ભક્તો તેમના ઘર મંદિરમાં પૂજનમાં રખાતી માતાજીની મૂર્તિ કે ફોટો તથા ચોખા અથવા ફુલ પોતાન ઘરેથી લાવ્યાં હતા અને આ કાળી પૂજામાં જોડાઈ સમૂહમા કાલી પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

તો મંદિરમાં કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને નાયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન પૂજન નો લાભ ભવિક ભક્તોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...