તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રઝળપાટ ટળી:પાટણ સિવિલમાં 20 દિવસ બાદ મા કાર્ડનું કામ શરૂ થયું પણ રિન્યુમાં ફિંગર પ્રિન્ટ મેચ થતી નથી

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ દિવસમાં 50 નવાં મા કાર્ડ ઈશ્યુ કરાયાં, લોકોની રઝળપાટ ટળી
  • પાટણ માટે સિવિલમાં એકમાત્ર સેન્ટર ફાળવેલ હોય વહેલી સવારથી જ અરજદારોનો ધસારો

મા કાર્ડ રીન્યુ માટે સિવિલમાં ફાળવેલ સેન્ટર ટેક્નિકલ ખામીઓને લઇ બંધ રહ્યા બાદ ફરી શરૂ થવા પામ્યું છે. ત્રણ દિવસમાં 50 નવીન કાર્ડ ઈશ્યુ કરાયા છે. પરંતુ રીન્યુ કાર્ડમાં ફિંગર ઝડપથી ન આવતા અરજદારોને મુશ્કેલી પડી રહી છે.પાટણ ખાતે મા કાર્ડ માટે તંત્ર દ્વારા તાલુકા પ્રમાણે સેન્ટર કાર્યરત કર્યા હતા. ત્યારે પાટણ માટે સિવિલ હોસ્પિટલમાં સેન્ટર ફાળવાયું હતું.

પરંતુ ટેક્નિકલ ખામીના કારણે સેન્ટર ફાળવ્યા બાદ 20 દિવસથી બંધ હતું. જે ખામી દૂર થતા 1 જુલાઈથી ફરી કાર્યરત કરાયું છે. સેન્ટર ફરી શરૂ થતાં જ અરજદારોનો વહેલી સવારથી ઘસારો જોવા મળી રહ્યો છે. ઇમરજન્સી જરૂરિયાતવાળા અરજદારોને નવીન મા કાર્ડ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે. રીન્યુની પણ કામગીરી કરાઈ રહી છે. સેન્ટર ફરી શરૂ થતા મા કાર્ડ માટે રઝળપાટ દૂર થઈ છે.

રીન્યુ માટે ફિંગર મેચ થતી નથી
સિવિલમાં મા કાર્ડ રીન્યુ માટે આવતા અરજદારોના ફિંગર મશીનમાં ઝડપથી ન આવતા કાર્ડ રીન્યુ થઇ રહ્યા નથી. એકના એક અરજદારના 5 થી 7 વાર ફિંગર લેવા પડતા સમય વેડફાતા લાઈનમાં ઉભેલા અરજદારોને હાલાકી પડી રહી છે. ઓપરેટરને પૂછતાં ટેક્નિકલ ખામી નથી. પરંતુ જુના ફિંગર હોય નવા ફિંગર ઝડપથી મેચ ન થતા સોફ્ટવેર સ્વીકારતું નથી.

અન્ય સમાચારો પણ છે...