સમાધાન:2 સંતાનની માતા સાથે પ્રેમી લગ્ન ન કરતાં આત્મહત્યા કરવા પ્રેરાઈ, સમજૂતી બાદ હવે એક વર્ષ સુધી રાહ જોશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની-પતિ વચ્ચે કોર્ટમાં કેસ ચાલુ હોય છૂટાછેડા બાદ લગ્ન કરવા તૈયાર થતાં મહિલા માની
  • મહિલા પાટણ આવી 181 અભયમની મદદ માગતા ટીમે સ્થળ પર પહોંચી સમાધાન કરાવ્યું

અમદાવાદની બે સંતાન ની માતા ત્રણ મહિના પહેલા જ પાટણના યુવક સાથે પ્રેમમાં પડતા લગ્ન માટે અધીરી બની પાટણ આવી પહોંચતા મહિલાના છૂટા છેડા થયેલા ના હોય પ્રેમી લગ્ન માટે તૈયાર ના થતા લાંબા સમયથી ચાલતાં ઝગડાથી કંટાળી મહિલા આત્મહત્યા કરવા પ્રેરાઇ રહી હોય મદદ માટે 181 અભયમનો સંપર્ક કરતા તાત્કાલિક ટીમ સ્થળ ઉપર પહોંચી મહિલા અને યુવક બંનેને મળી અંતે પ્રેમી એક વર્ષમાં છૂટાછેડા થયા બાદ તેની સાથે લગ્ન કરવા માટે સંમત થતાં મહિલા માની પરત ઘરે ગઈ હતી.

અમદાવાદમાં રહેતી બે સંતાનોની માતાને પતિ સાથે પણ મનમેળ ના હોય છૂટાછેડા માટે કોર્ટમાં કેસ ચાલી છે. આ સમય દરમિયાન ત્રણ માસ પૂર્વે એક સંબંધીના લગ્નમાં પાટણના યુવક સાથે મુલાકાત થતા બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. થોડા સમયથી મહિલા પ્રેમીને લગ્ન કરવા માટે દબાણ કરતા બંને વચ્ચે ઝઘડાઓ શરૂ મહિલા અને પ્રેમી યુવક બંને એકબીજાને આત્મહત્યા કરવા માટેની ધમકીઓ આપતા અંતે મહિલા કંટાળી લગ્ન માટે પ્રેમીને મળવા પાટણ આવી પહોંચી હતી. પ્રેમી લગ્ન માટે તૈયાર ના થતા આત્મહત્યાના વિચાર તરફ પ્રેરાઈ રહી આ પગલું ના ભરાય માટે 181 અભયમ પાટણની ટીમને સંપર્ક કરતા ટીમ તાત્કાલિક મહિલા પાસે પહોંચી ગઈ હતી. ટીમે મહિલા તેમજ પ્રેમી યુવકને બોલાવી બંને સાથે કાઉન્સિલિંગ કરી અંતે પ્રેમીને લગ્ન કરવા માટે એક વર્ષ બાદ રાજી થતા મહિલા માનીને પરત ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ હતી.

181 અભયમના સૂત્રોએ જણાવ્યુ હતુ કે મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થયા ના હોય પ્રેમી લગ્ન કરવા માંગતો ન હતો. પરંતુ મહિલાની ધમકીઓથી ગભરાઈ તે પણ હવે આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગ્યો હતો.જેથી બંને પગલું ભરે એના પહેલા 181 ને જાણ થઈ જતા અમે સ્થળ ઉપર પહોંચી બંનેને સુખી જીવન જીવવા માટે સમજાવ્યા હતા.મહિલાને પતિ સાથે છૂટાછેડા લીધા બાદ જ લગ્ન કરવા માટે સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...