તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરની ઘટના:પ્રેમમાં આધળાં બની પ્રેમી પંખીડાં ઘરેથી ભાગી ગયા, પ્રેમી પરિણીત હોવાથી યુવતીને ઝેરી દવા ગટગટાવવા મજબુર કરી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીએ ઝેરી દવા પીધી પણ યુવકનો જીવ ન ચાલતાં તે યુવતી તે સ્થળ પર જ છોડીને ઘરે આવી ગયો
  • રાધનપુર પોલીસે સ્થળ તપાસ કરતાં યુવતી મૃત હાલતમાં મળી

પાટણ જિલ્લાના રાધનપુરના અંતરિયાળ ગામડામાંથી ચોકાવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવક પ્રેમી પ્રેમમાં આંધળો થઇને યુવતીને ભગાડી ગયો, યુવક પહેલેથી પરિણીત હોવાથી બંનેના લગ્ન શક્ય ન હોવાથી બંનેએ ઝેરી દવા પીવાનું નક્કી કર્યું. યુવતીએ ઝેરી દવા પીધી પણ યુવકનો જીવ ન ચાલતાં તે યુવતી તે સ્થળ પર જ છોડીને આવી જતાં પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાના ગોકુળપુરા ઠાકોરવાસ મધાપુરામાં રહેતા નિરાશ્રિત ઠાકોર સોમીબેન ગંગારામભાઈ સાદુરભાઈની 17 વર્ષીય દીકરીને કાંકરેજ તાલુકાના રામનગર ખારીયા ગામનો પાંચા કરસનભાઈ નિરાશ્રિત ઠાકોર તા.03 જૂનના રોજ રાત્રિના સુમારે લાલચ આપીને ભગાડી ગયો હોવાની રાધનપુર પોલીસ મથકે તારીખ 06 જૂનના રોજ યુવતીની માતા સોમીબેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે રાધનપુર પોલીસે તપાસના ચક્રોગતિમાન બનાવ્યા હતા. ત્યારે મંગળવારને તારીખ 15 જૂનના રોજ રાધનપુર પોલીસે યુવતીને ભગાડી જનાર પાંચા કરસનભાઈ નિરાશ્રિત ઠાકોરને તેના ગામથી ઝડપી લઇ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સધળી હકીકત જણાવતાં પોલીસ સમક્ષ કબૂલાત કરતાં કહ્યું હતું કે પોતે તારીખ 0૩ જૂનના રોજ ઉપરોક્ત યુવતીને લઈને પોતાના બાઈક ઉપર જુનાગઢ, કેશોદ અને રાજકોટ ફર્યો હતો. પરંતુ પોતાની પાસે પૈસા ન હોવાના કારણે અને પોતે પરિણીત હોવાથી અને બે સંતાનોનો બાપ હોવાથી યુવતી સાથે લગ્ન શક્ય ન હતા. જેથી બન્ને જણાએ ઝેર પીને આત્મ હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.

ઝેર પીને આત્મ હત્યા કરવાનો નિર્ણય કર્યા બાદ રાજકોટ નજીક આવેલા બામણબોર ગામના સીમ વિસ્તારમાં પ્રથમ યુવતીએ ઝેરી દવા ગટગટાવી લીધી. જ્યારે પોતે પરિણીત હોવાની સાથે બે સંતાનોના બાપ હોવાનું ભાન થતા પોતે ઝેરી દવા પીવાનું માંડી વાળી ભગાડી ગયેલી યુવતીને ઝેર પીધેલી હાલતમાં સ્થળ પર છોડી પોતાના ઘરે આવી ગયો હતો.

યુવકની પ્રેમીની વાત સાંભળી રાધનપુર પોલીસે સ્થળ તપાસ કરતા યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. રાધનપુર પોલીસે યુવતીનું રાજકોટ પીએમ કરાવી લાશ પરિવારને સોપી પાચા કરશનભાઈ નિરાશ્રિત ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...