આયોજન:પાટણ જિલ્લાની અદાલતોમાં 26 જૂને લોક અદાલત યોજાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જિલ્લા તથા તાલુકાઓની કોર્ટોમાં 26 જૂનને રવિવારે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું છે. સુપ્રિમકોર્ટના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય , રાજય અને જિલ્લા તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા આયોજિત લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો,નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો , વાહન અકસ્માતને લગતા કેસો , મજુર તકરારને લગતા કેસો , લગ્ન જીવન તકરાર કે પરીવાર તકરાર ને લગતા કેસો ( છૂટાછેડા સિવાયના કેસો ) , બેંક ને લગતા દાવાઓ , જમીન વળતરને લગતા કે અન્ય દાવાઓ , દિવાની કેસો વિગેર સમાધાનને લાયક તમામ કેસો લોક અદાલતમાં મુકી શકાય છે .

પ્રિલીટીગેશન કેસો એટલેકે જે કેસો કોર્ટમાં આવેલ ન હોય પરંતુ પક્ષકારો વચ્ચે તકરાર હોય , તે તકરારોનાં કોર્ટમાં કેસ આવે તે પહેલા સુખદ નિકાલ આવે તે અંગે લોક અદાલતમાં મુકવામાં આવે છે . અરજદારોએ કોર્ટોનો સંપર્ક કરવા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી એમ.આર.ઠક્કર ની યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...