રોગચાળો ફેલાવાની ભીતિ:પાટણની સુવિધાનાથ સોસાયટીમાં દૂષિત પાણી આવતું હોવાની રાવ, તાત્કાલિક સમસ્યાના નિરાકરણની સ્થાનિકોએ માગ કરી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીવાના પાણીમાં દૂષિત પાણી ભળવાની સમસ્યા ઉદભવી

ચોમાસાની ઋતુ દરમિયાન પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં ભુવા પડવાની સમસ્યાની સાથે સાથે પીવાની પાઇપલાઇનમાં પણ ભંગાણ સર્જાતું હોય જેના કારણે પીવાના પાણીમાં દૂષિત પાણી ભળવાની સમસ્યા ઉદભવી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી પાટણ શહેરના હેરિટેજ માર્ગ પર આવેલી સુવિધાનાથ સોસાયટીમાં પીવાના પાણીમાં દૂષિત પાણી આવતું હોવાની બુમરાણ ઉઠી છે.
​​​​​​​વિસ્તારના કોર્પોરેટરનું ધ્યાન દોરવામાં આવ્યું
શહેરની સુવિધાનાથ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીમાં દૂર્ગધ યુક્ત દૂષિત પાણી આવતું હોવાની બાબતને લઈને વિસ્તારના રહીશોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે આ બાબતે રહીશો દ્વારા પાલિકા સત્તાધીશો સહિત આ વિસ્તારના કોર્પોરેટરનું ધ્યાન દોરવામાં આવ્યું હોય તાત્કાલિક ધોરણે આ દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...