ડિવિઝનલ રેલવે મેનેજરનો નિર્દેશ:પાટણ-ભીલડી રેલવે લાઇન પર ટૂંક સમયમાં લોકલ ટ્રેનો દોડતી થશે

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સંયુકત રાષ્ટ્ધ્વજનું ગાર્ડ ઓફ ઑનર સાથે લોકાપર્ણ કર્યું
  • પાટણ રેલવે સ્ટેશનમાં 20 મીટર લાંબો 18 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ રોજ ફરકશે

પાટણથી ભીલડી વચ્ચે માત્ર માલગાડી અને એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે ત્યારે લોકલ ટ્રેનો ટૂંક સમયમાં શરૂ થશે તેવા નિર્દેશ રેલવેના ડિવિઝનલ મેનેજર તરુણકુમાર જૈનએ શુક્રવારે પાટણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપ્યા હતા તેઓ સમક્ષ ઇન્ટરસિટી ટ્રેન તેમજ અન્ય મુદ્દે રજૂઆતો થઇ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રેલવેના ડિવિઝનલ મેનેજર તરુણકુમાર જઈને સમક્ષ ટ્રેન સેવાઓ અંગે રજૂઆત કરી હતી ધારાસભ્ય કિરીટભાઇ પટેલે પાટણથી મુંબઈ વડોદરાની ટ્રેનો વધારવા તેમજ ચોરમાલપુરાથી ચિડિયા દરવાજા સુધીના રોડની કામગીરીમાં રેલવે ટ્રેક ઉપર અંડરપાસ અથવા તો સી.સી.રોડ બનાવવા રજૂઆત કરી હતી.

રેલવે બોર્ડના સભ્ય સુરેશભાઇ પટેલે પાટણથી અમદાવાદ વડોદરા સુરતની ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા ધ્યાન દોર્યું હતું. રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરોનો ઊભા રહેવા માટે શેડ બનાવવા ધ્યાન દોરવામાં આવતા તેમણે તેમના અધિકારીને નોંધ કરાવી હતી જ્યારે પાટણ-ભીલડી વચ્ચે લોકલ ટ્રેન સુવિધા અંગે તેમણે જણાવ્યું હતું કે પાટણની લોકલ ટ્રેન ભીલડી સુધી લંબાવવા પ્રાથમિક આદેશ થયા છે.

ટૂંક સમયમાં આ સુવિધા મળતી થશે તેવી આશા આપી હતી. નગરપાલિકાના પ્રમુખે કોલેજના અંડરપાસમાં પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી. પ્રસંગે મનોજ પટેલ સહિત અન્ય મહેમાનો અને રેલ્વેના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ રેલવે સ્ટેશન વિસ્તારમાં અવરજવર કરતા મુસાફરો અને શહેરીજનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા ઉદ્દેશ સાથે શુક્રવારે રેલ્વે સ્ટેશન પરિસરમાં 100 ફૂટ ઉંચા થાંભલા પર 20 મીટર લાંબો અને 18 મીટર પહોળા રાષ્ટ્રીય ધ્વજનું ભાજપના પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી,કોંગ્રેસના પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત ભાજપ કોંગ્રેસના હોદ્દેદારોનાં સંયુકત ઉપસ્થિતિમાં રાષ્ટ્ધ્વજનું લોકાર્પણ ઉપરાંત ત્રિરંગાની તકતીનું અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે પોલીસના જવાનો દ્વારા સૌ પ્રથમ સાંસદ ભરતસિંહ ડાભીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ઉપસ્થિત સૌ કોઇએ ત્રિરંગાને માનભેર સલામી આપતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...