તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાટણ અને રાધનપુરમાં પીએમ કેર ફંડમાંથી એલએમપી પીએસએ ઓક્સિજન પ્લાન્ટ ફાળવાયા

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાન પર રાખી વ્યવસ્થા કરવામા આવી

વૈશ્વિક કોરોના મહામારીની ત્રીજી સંભવિત લહેર સામે સમગ્ર રાજ્યને સુરક્ષિત કરવા સંવેદનશીલ સરકાર સજજ બની છે . કેન્દ્ર અને રાજય સરકાર તેમજ જીલ્લા વહીવટીતંત્રના સમન્વયથી પાટણ જીલ્લામાં હવામાંથી ઓકસીજન જનરેટ કરતાં પ્લાન્ટની ફાળવણી કરવામાં આવી છે .

પાટણ શહેર સહિત જીલ્લામાં બીજી લહેર મંદ પડ્યા બાદ સંભવીત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી કોવિડ વેવને અટકાવવા માટે સરકારની સાથે સાથે જીલ્લા વહીવટીતંત્ર પણ સજજ બન્યું છે. ત્યારે પાટણ સંસદ દ્વારા કેન્દ્ર સરકારમાં કરાયેલ રજુઆતને પગલે પીએમ ફંડમાંથી જીએમઆરએસ પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે 1 હજાર એલએમપી પીએસએ ઓકસીજન પ્લાન્ટ અને જીલ્લાના આંતરીયાળ તાલુકાની રાધનપુર ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે 1 હજાર એલએમપી અને 250 એલએમપી પીએસએ એમ 2 ઓકસીજન પ્લાન્ટની ફાળવણી કરવામાં આવી છે .

આમ જીલ્લા મથક પાટણ સહિત આંતરીયાળ રાધનપુર તાલુકામાં મળી કુલ 2 જેટલા એર ઓકસીજન પ્લાન્ટની કેન્દ્ર સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવતા હવે પાટણ શહેર અને જીલ્લામાં સંભવીત ત્રીજી લહેર માટે ઓકસીજનની જરૂરીયાતવાળા દર્દીઓને સરળતાથી ઓકસીજન મળી રહેશે .

ધારપુર સુપ્રીટેન્ડ મનીષ રામાવતે જણાવ્યું હતું કે 1 હજાર એલએમપી પીએસએ ઓકસીજન પ્લાન્ટ ની સામગ્રી આવી ગઈ છે જે આગામી સમય માં ફિટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...