તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આત્માની સમીપ વસવું આત્મ વિજય માટે જરૂરી

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં શુક્રવારથી 8 દિવસની આરાધના થશે

પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ પૂ. ચારિત્રરત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણા 34ની પાવન નિશ્રામાં ત્રિસ્તુતિક જૈન સંઘ દ્વારા પર્યુષણ મહાપર્વની આઠ દિવસની આરાધના 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર ભારતીય તિથિ મુજબ શ્રાવણ વદ અગિયારસથી ભાદરવા સુદ ચોથ‌ સુધી યોજાશે.

પર્યુષણ પર્વનો મહિમા સમજાવતા મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજે જણાવ્યું કે પર્વ બે પ્રકારનાં હોય છે. એક લૌકિક પર્વ, બીજું આઘ્યાત્મિક પર્વ. લૌકિક પર્વ સ્થૂળ આનંદ અને ક્ષણિક સુખ માટે હોય છે. આઘ્યાત્મિક પર્વ સૂક્ષ્મ આનંદ અને શાશ્વત સુખ માટે હોય છે. પર્યુષણના પર્વમાં દાન-શીલ, તપ-ભાવ આ ચારેય પ્રકારના ધર્મની આરાધના સમાયેલી હોય છે, પર્યુષણ પર્વ ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું આ પરમ પવિત્ર પર્વ છે.

અજ્ઞાનમાંથી સમ્યગજ્ઞાન તરફ, સ્વહિતને બદલે પરહિત તરફ અને વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં લઇ જનારું પર્વ છે.મુનિરાજે કહ્યું કે પર્યુષણનો લાક્ષણિક અર્થ છે ‘આત્માની સમીપ વસવું’ આત્મવિજય માટે આત્મઓળખ અનિવાર્ય છે. એ આત્મતત્વને જોવા માટે એકાંત અને શાંતિ જોઇએ.

બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઇએ અને એ નિવૃત્તિમાં આત્મવિશ્લેષણની આંતરપ્રવૃત્તિ જોઇએ. પ્રસંગ ને લઈ ને ત્રિસ્તુતિક જૈન સંઘના અગ્રણીઓ એ જણાવ્યું કે પર્યુષણ પર્વના આઠે દિવસ વિવિધ ધાર્મિક સામાજિક અને જીવદયા નાં કાર્યક્રમ કરવામાં આવશે. પ્રસંગને લઈને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં આકર્ષક મંડપ બનાવી ને ભવ્ય સજાવટ કરવા આવી છે.

અન્ય સમાચારો પણ છે...