લાઇવ ડેમોસ્ટ્રેશન:પાટણમાં 108 ઈમરજન્સી વાનના સ્ટાફ દ્વારા અબલુવા ગામની શાળામાં એમ્બ્યુલન્સનું લાઇવ ડેમોસ્ટ્રેશન કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાયાના શિક્ષણની સાથે સાથે આજનો વિધાર્થી 108 ઇમરજન્સી દ્વારા દર્દીઓને આપવામાં આવતી તત્કાલીન વિવિધ સારવારો અંગે માહિતગાર થાય તે સંદર્ભે પાટણ 108 ઈમરજન્સી વાનના સ્ટાફ કર્મચારીઓ દ્વારા અબલુવા ગામની પ્રાથમિક શાળા ખાતે 108 એમ્બ્યુલન્સનું લાઇવ ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું. પાટણ 108 એમ્બ્યુલન્સ સ્ટાફના ઇએમટી વિજયભાઈ રાઠોડ અને પાયલોટ ગુલાબખાન બલોચ દ્વારા અબલુવા પ્રાથમિક શાળા ખાતે જીવીકે ઇએમઆરઆઇ 108 ઇમરજન્સી દ્વારા કોલબેક બાદ દર્દીને આપવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓ જેવી કે, હાઇપરટેન્શન, ડાયાબીટીસ, હાર્ડએટેક, સહિતની વિવિધ બીમારીઓમાં તત્કાલિન કેવી કામગીરી કરવામાં આવે છે તેનું વિધાર્થીઓને લાઇવ ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું.

મેડીસીન અને અન્ય સાધનો અંગે માહિતી અપાઇ
આ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓને 108 એમ્બ્યુલન્સમાં વપરાતી મેડીસીન અને અન્ય સાધનો અંગે માહિતી આપવામાં આવી હતી. વધુમાં એઇડી મશીન હાર્ટએટેકના દર્દી માટે કેટલું જરુરી છે તે અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોડ અકસ્માત, કુદરતી આફત, આગ, જેવી મઇરજન્સીમાં કોલસેવાનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે પણ વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંકજ ભાઇ પટેલ, વિનોદ પટેલ, શાળાના આચાર્ય મહેશભાઇ પ્રજાપતિ સહિત વિધાર્થીઓ ઉપસ્થિત

અન્ય સમાચારો પણ છે...