તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મલ્હાર:પાટણ પંથકમાં મંગળવારે રાત્રે એકાએક વીજળીના કડાકા સાથે વરસાદ, પાટણ-શિહોરી હાઈવે પર વૃક્ષ ધરાશાયી

પાટણ16 દિવસ પહેલા
  • રવિવારે રાત્રે બે ઈંચ વરસાદ બાદ આજે રાત્રે ફરી વરસાદ ખાબક્યો

પાટણ પંથકમાં રવિવારે રાત્રે બે ઈંચ વરસાદ બાદ આજે રાત્રે ફરી એકાએક વાતાવરણમાં પલટો આવતા પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે પાટણ-શિહોરી હાઈવે પર આવેલા નાયતા નજીક વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બ્લોક થઈ જવા પામ્યો હતો.

પાટણ પંથકમાં મંગળવારે રાત્રે એકાએક વીજળીના કડાકા સાથે વાતાવરણમાં પલટો આવતા પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના કારણે લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. તો કેટલાક વિસ્તારમાં વરસતા વરસાદમાં બાળકોએ નાહવાનો આનંદ લીધો હતો.

પાટણ જિલ્લામાં રાત્રે થયેલા ભારે વરસાદને લઇ પાટણ શિહોરી-હાઈવે નાયતા નજીક એક વિશાળકાય બાવળ રસ્તાની વચ્ચે ધારાસાઈ થતા બન્ને બાજુનો રસ્તો બ્લોક થઈ જવા પામ્યો હતો. થોડા સમયના અંતરે વૃક્ષના હટાવવામાં આવતા રસ્તો ખુલ્લો થતા ટ્રાફિક હળવો બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...