તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવદયા:પ્રસૂતા પીડાથી પીડિત ગર્દભ માતાની જીવદયા પ્રેમીઓએ પ્રસૃતિ કરાવી માનવતા ઉજાગર કરી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્વાનો દ્વારા લોહી લુહાણ કરાયેલી ગર્દભ માતાની સારવાર કરી તેના માસુમ ખોલકાને બચાવ્યા

પાટણ શહેરના રેલવેનાળા વિસ્તારમાં આવેલા એક રહેણાંક વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે એક ગર્દભ માતા પ્રસૃતાથી પીડાતી હતી. ત્યારે પાટણના જીવદયાપ્રેમીઓએ હેમ ખેમ રીતે પ્રસૃતી કરાવી ગર્દભ અને તેના માસુમ ખોલકાને આબાદ રીતે બચાવી જીવદયાની ભાવનાને ઉજાગર કરી હતી.

શહેરના પ્રથમ રેલવે નાળા વિસ્તારમાં આવેલા અશોકા કોમ્પલેક્ષમાં ગત રાત્રિ દરમિયાન પ્રસૃતા ગર્દભ માતા પ્રસવથી પીડાતી હતી. કોમ્પલેક્ષમાં કેટલાક શ્વાનો દ્વારા આ પ્રસૃતા ગર્દભ માતાને કનડગત કરી તેને લોહી લુહાણ કરી દીધી હતી. જેને લઇ કોમ્પલેક્ષના સ્થાનિક રહીશોએ પાટણનાં જીવદયા પ્રેમીઓને જાણ કરતા પશુ ડોકટર વિરેન શાહ સહિત અન્ય જીવદયા પ્રેમીઓએ ઘટના સ્થળે દોડી આવી પ્રસૃતાથી પીડાતી ગર્દભ માતાને મહા મુસીબતે પ્રસૃતિ કરાવી માતા અને તેના માસુમ ખોલકાને આબાદ રીતે બચાવી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...