વિરોધ પ્રદર્શન:પાટણમાં LIC એજન્ટોએ પોલિસીધારકોની વિવિધ પડતર માગણીઓને લઈ ધરણા યોજ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્ટોને ભારત સરકાર વીમા એજન્ટોની જેમ પ્રોફેશનલ વ્યવસાય તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરી બ્રાન્ચ મેનેજર ને આવેદનપત્ર આપ્યું

પાટણમાં એલઆઇસી એજન્ટો દ્વારા પોલીસીધારકોની વિવિધ પડતર માંગણીઓ તેમજ એજન્ટોને ભારત સરકાર વીમા એજન્ટોની જેમ પ્રોફેશનલ વ્યવસાય તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે દેશવ્યાપી અસહકાર આંદોલનના સમર્થનમાં બ્રાન્ચ મેનેજર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે .

જોઇન્ટ એકશન કમિટી ઓફ લાઇફ ઇન્સ્યુરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડીયાના આદેશ મુજબ પોલીસી ધારકોની માંગણીઓ અને એલઆઇસીના એજન્ટોને પડતી વિવિધ માંગણીઓ મુદ્દે તા .1 લી સપ્ટેમ્બરથી દેશવ્યાપી અસહકાર આંદોલન શરુ કરવામાં આવ્યું છે .જે અનુસંધાને પાટણ શહેરના રેલ્વેસ્ટેશન રોડ પર આવેલ એલઆઇસી ઓફીસના કર્મચારીઓએ અસહકાર આંદોલનને સમર્થન આપી સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે . જેમાં પોલીસીધારકોના બોનસમાં વધારો કરવો , લોન અને અન્ય નાણાકીય વ્યવહારોના વ્યાજદરમાં ઘટાડો કરવો તેમજ દરેક ગ્રાહકોને કાર્યક્ષમ સેવાઓ આપવી સહિતની પોલીસી ધારકો માટે માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત એલઆઇસીના એજન્ટોને ૨૦ લાખ ગ્રેજયુઇટી , બાળકોના એજ્યુકેશન માટે એડવાન્સ ચાલુ કરવું , તેમજ ૨૦૧૩ અને ૨૦૧૬ ની આઇઆરડીએ ગેજેટ અનુસાર કમીશનમાં ફેરફાર કરવો . આ ઉપરાંત ગ્રુપ મેડીકલ ઇન્યોરન્સ દરેક એજન્ટ માટે આપવું તેમજ પરીવારનો પણ સમાવેશ કરવો એજન્ટ વેલ્ફેર ફંડ સહિત ની માંગો સાથે ઓફીસ ની બહાર ધરણા કરી એલઆઇસીના કર્મચારીઓએ કાળો બેઝ બાંધી પોતાની માંગણીઓ મુદ્દે વિરોધ પ્રદર્શીત કર્યો હતો .

અન્ય સમાચારો પણ છે...