જાહેરનામું:ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વાંધાજનક SMS bulk SMS/MMS પ્રસારિત કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને તે અનુસાર મતદાન કરવા માટેની તા.01.12.2022 અને તા.05.12.2022 ના નક્કી કરવામાં આવી છે, તેમજ મત ગણતરી તા.08.12.2022 ની નક્કી કરવામાં આવી છે. પાટણની વાત કરીએ તો પાટણમાં બીજા તબક્કામાં તા.05.12.2022 ના રોજ મતદાન કરવામાં આવશે. સામાન્ય ચૂંટણીઓ દરમિયાન કેટલાક સ્થાપિત હેતુ દ્વારા ચૂંટણીલક્ષી જોગવાઈઓ તથા આદર્શ આચારસંહિતાના પરિપાલનમાં અવરોધ થાય તેવા પ્રકારના વાંધાજનક SMS વહેતા કરવામાં આવે છે.

આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાય વાતાવરણમાં યોજાય તે માટે આવા બધા વાંધાજનક SMS ને અટકાવવાના હેતુસર અમુક પ્રતિબંધ ફરમાવવા જરૂરી જણાય છે.તેથી પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદર્શ આચારસંહિતા ચૂંટણી ખર્ચ નિયંત્રણ સંબંધિત જોગવાઈઓ તેમજ વિધાનસભા સામાન્ય ચૂંટણીને લગતી કોઈપણ જોગવાઈઓનો ભંગ થાય તેવા પ્રકારના વાંધાજનક SMS કે BULK SMS/MMS કોઇ પણ ઉમેદવાર વ્યક્તિ, રાજકીય પક્ષ કે સંસ્થાએ પ્રસારીત કરવા નહીં કે વહેતા મૂકવા નહીં.(i.e. transmit કરવા નહી)

ચૂંટણી દૂષિત થાય તેવા રાજકીય પ્રકારના કોઈપણ પ્રકારના SMS કે BULK SMS/MMS ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાના સમયથી એટલે કે તા.03.12.2022 ના રોજ સાંજના 17:00 કલાકથી મતદાન પૂર્ણ થતા સુધી transmit કરી શકાશે નહી.

ચૂંટણી દૂષિત થાય તેવા રાજકીય પ્રકારના કોઈ પણ પ્રકારના bulk SMS/MMS ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાના સમયથી એટલે કે તા.૦₹03.12.2022 ના રોજ સાંજના 17:00 કલાકથી મતદાન પૂર્ણ થતા સોશિયલ મીડિયા જેવા કે facebook, whatsapp, twitter, telegram, instagram વગેરે જેવા માધ્યમ દ્વારા transmit કરી શકાશે નહીં. આ આદેશનું પાલન નહીં કરનાર વિરૂદ્ધ ઇ.પી.કો કલમ-188 મુજબ પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...