• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Leader Of Opposition, Who Made A Presentation On The Issue Of Grant Allotment In The General Meeting Of Patan Taluka Panchayat, Was Threatened By The Father in law Of The Panchayat President

વિપક્ષના નેતાને ધમકી:પાટણ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગ્રાન્ટ ફાળવણી મુદ્દે રજૂઆત કરનાર વિપક્ષના નેતાને પંચાયત પ્રમુખના સસરાએ ધમકી આપી, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયત પ્રમુખના સસરાના વતૅનને ઉપસ્થિત સૌ સદસ્યોએ વખોડયો વિપક્ષ દ્વારા સામાન્ય સભા નાં એજન્ડા ની જાહેર માં હોળી કરવામાં આવી

પાટણ તાલુકા પંચાયત ની બુધવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષ નાં નેતા દ્વારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે આયોજન મંડળ ની રૂ.16 લાખની ગ્રાન્ટ માત્ર તેમના વિસ્તારમાં બોરસણ બેઠક પર ફાળવી દેવાનાં મામલે ઉગ્ર રજૂઆત કરતાં મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો.પાટણ તાલુકા પંચાયત ની બુધવારે મળેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતાએ પ્રમુખ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પ્રમુખ દ્વારા પોતાની બેઠકનાં ગામ સિવાય અન્ય બેઠક ના ગામોના વિકાસ ને રૂધવા નું કામ કર્યું હોવાનું જણાવી વિપક્ષના સભ્યો એ સામાન્ય સભા માંથી બહાર નિકળી તાલુકા પંચાયત કચેરી નાં મુખ્ય દરવાજા આગળ ગ્રાન્ટ ફાળવણીના કાગળો સળગાવી હોળી કરી તાલુકા પંચાયત પ્રમુખ સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા પ્રમુખ સામે કરાયેલ આક્ષેપ અને વિરોધ ને લઈ ઉશ્કેરાયેલા તાલુકા પંચાયત નાં મહિલા પ્રમુખ માયાબેન ઝાલાના સસરા એ વિરોધ પક્ષના નેતા ને તાલુકા પંચાયત કચેરી માં જ પંચાયત નાં ચુંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં હાથ પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પંચાયત કચેરીમાં હોબાળો મચી ગયો હતો.

પાટણ તાલુકા પંચાયત ની સામાન્ય સભામાં વિપક્ષ નેતા દ્વારા પંચાયત પ્રમુખ નાં સસરા દ્વારા અપાયેલ ધમકી બાબતે વિપક્ષના નેતા એ પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ સાથે તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયાને ટેલિફોન ઉપર હકિકત જણાવતા તેઓએ ઉપરોક્ત ધટનાની ગંભીર રીતે નોધ લઈને પંચાયત પ્રમુખ નાં સસરા સામે પોલીસ કાર્યવાહી કરવાનું જણાવતા વિપક્ષના નેતા દ્વારા પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે અરજી આપી ગેર વતૅન કરનાર પંચાયત પ્રમુખ નાં સસરા નાં પાકાં જામીન લેવા રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ માયાબેન ઝાલા ના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભાની બેઠક મા વર્ષ 2021-22 ની આયોજન મંડળની રૂ.16 લાખ ની ગ્રાન્ટ પ્રમુખ દ્વારા ફક્ત ને ફક્ત તેમના વિસ્તાર ની બોરસણ બેઠક પર ફાળવવાના મુદ્દે તેમજ તાલુકા પંચાયતમાં પ્રમુખ સહિતના પદાધિકારીઓ ની ખુરશીમાં તેમના સબંધી બેસતા હોવાના મામલા સહિત પ્રધાનમંત્રી આવાસ યોજનાની પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા માટે કરાયેલી માગણી તેમજ 15 માં નાણાપંચના રૂ 1.50 કરોડના વિકાસ ના કામો કરવા માટે ની યાદી તાલુકા પંચાયતના સદસ્યોએ રજુ કરતા સામાન્ય સભાએ તેને મંજૂરી આપી હતી.

આ ઉપરાંત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે તાલુકા પંચાયત કચેરી સંકુલમાં સીસીટીવી કેમેરા લગાવવા અને કર્મચારીઓને બેસવામાં સરળતા રહે તે માટે તાલુકા પંચાયત ઉપર બાંધકામ કરવા માટેની રજૂઆત કરી હતી.સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પ્રજાપતિ તેમજ સદસ્યો હાજર રહ્યા હતા.આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલાએ જણાવ્યું હતું કે દરેક સભ્યોની સંમતિથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમાં ધારાસભ્ય એ પણ મંજૂરી આપેલી હોવાનું જણાવી વિપક્ષ નાં નેતા દ્વારા પંચાયતની પ્રગતિ જોઈ શકાતી ન હોવાનો આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...