ભૂખ હડતાળની ચીમકી:પાટણ તાલુકા પંચાયતમાં પીવાના પાણીની સુવિધા સહિતની માંગ સાથે વિપક્ષના નેતાએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી

પાટણ5 મહિનો પહેલા
  • વિપક્ષના નેતા સોહન પટેલે પંચાયતમાં ખુટતી સુવિધાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો

પાટણ તાલુકા પંચાયત ખાતે સોમવારના રોજ મળેલી બજેટ બેઠક દરમિયાન તાલુકા પંચાયત વિપક્ષના નેતા સોહન પટેલે પાટણ તાલુકા પંચાયતમાં ખુટતી સુવિધાને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વિપક્ષ નેતા સોહન પટેલે ભાજપની વિકાસની વાતો પોકળ હોવાનું જણાવી પાટણ તાલુકા પંચાયત કચેરીમાં પીવાના પાણીની સુવિધા તેમજ ઓફિસોમાં બેસવા માટેની ખુરશીઓની દુર્દશા સહિત ખખડી ગયેલી તિજોરી બાબતે આક્રોશ વ્યકત કરી દિન દસમા તાલુકા પંચાયત ખાતે પીવાના પાણીની સુવિધા સહિત જરૂરી ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં નહીં આવે તો તેઓ દ્વારા પ્રતીક ઉપવાસ સાથે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વિપક્ષના નેતા સોહન પટેલની રજૂઆતો બાબતે પાટણ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી એ પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, પાટણ તાલુકા પંચાયતમાં પુરતી સુવિધાઓ બાબતે તેમજ પીવાના પાણીની સમસ્યા બાબતે દરખાસ્ત મૂકવામાં આવી છે જે ટૂંક સમયમાં પરિપૂર્ણ કરી પાટણ તાલુકા પંચાયતની ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...