• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Leader Of Opposition Of Patan Taluka Panchayat Wrote A Letter To The Chief Minister To Provide Adequate And Timely Electricity To The Farmers.

વીજ સમસ્યા:ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સમયસર વીજળી આપવા પાટણ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોડ સેવિંગના બહાને છેલ્લા પંદર દિવસથી ત્રણથી ચાર કલાક પણ વીજળી આપવામાં આવી નથી : સોહન પટેલ જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત્ પડેલા વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય

પાટણ જિલ્લાના ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં વીજળી ઉપલબ્ધ થાય તે માટે પાટણ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. પાટણ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા સોહન પટેલ દ્વારા શનિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એક તરફ પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત્ પડેલા વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે, તો હાલમાં ખેતરોમાં વાવેલા પાકોને પૂરતાં પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સમયસર અને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં વીજળીમાં લોડ સેવિંગના બહાને છેલ્લા પંદર દિવસથી ત્રણથી ચાર કલાક પણ વીજળી આપવામાં આવતી નથી, તો બીજી બાજુ જ્યોતિગ્રામ યોજના હેઠળ આપવામાં આવતી વીજળીમાં પણ કાપ મૂકવામાં આવી રહ્યો છે. પાટણ જિલ્લામાં પૂરતો વરસાદ થયો ન હોવાના કારણે કેનાલોમાં પાણી નથી, ત્યારે આવા વીજ કાપથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. લોડ સેવિંગના બહાને માત્ર ખેડૂતોને શા માટે પરેશાન કરવામાં આવે છે તેવી ફરિયાદ વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવી હતી.

તેમણે ઉદ્યોગોને શા માટે વીજ કાપ નહીં એ બાબત અંગે સવાલ કર્યો હતો. જિલ્લાના પાટણ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી ખેતીની જમીન પિયત માટેના પાણી માટે લાઇટ ખૂબ અનિયમિત આવે છે. જેના કારણે ખેડૂતોને ખૂબજ મુશ્કેલી પડે છે, ત્યારે ખેડૂતોની આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લામાં સમયસર અને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવે તેવી રજૂઆત તેઓ દ્વારા મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરવામાં આવી હોવાનું તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...