તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:પાટણ નગરપાલિકાના વિપક્ષના નેતા ભરત ભાટીયાને શહેર પ્રમુખ બનાવ્યા

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છ માસ અગાઉ ખાલી પડેલી શહેર કોંગ્રેસ પ્રમુખની જગ્યા ભરાઈ
  • પાલિકામાં વિપક્ષના નેતા અને ઉપનેતા તરીકે બંને મહિલાઓ મુકાઈ

પાટણ શહેર કોંગ્રેસમાં પૂર્વ શહેરના પ્રમુખ કોંગ્રેસને સક્રિય રાખવામાં સફળ ના રહેતાં કેટલાક સમયથી કોંગ્રેસ વિખેરાયલ હોઈ ફરી ચૂંટણી આવતાં જ શહેરમાં કોંગ્રેસનો પાયો મજબૂત કરવા પ્રદેશ કક્ષાએથી કોંગ્રેસના મજબૂત ગણાતા કાર્યકર પાલિકાના વિપક્ષના નેતા ભરત ભાટીયાને શહેર પ્રમુખ બનાવી કોંગ્રેસમાં પ્રાણ પૂરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટણ શહેરમાં કોંગ્રેસમાં શહેર પ્રમુખ તરીકે પૂર્વ પ્રમુખ લાલેશ ઠક્કર બાદ શંકરભાઈ મોદીને શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. શહેર પ્રમુખ શંકરભાઈ મોદી પણ કામની વ્યસ્તતાને લઈ પક્ષને વધુ સમય આપી ન શકતા શહેરમાં કોંગ્રેસને મજબૂત કરવામાં ઊણા ઊતર્યા હતા. અંતે સ્વેચ્છાએ છ માસ પહેલા જ પાટણ શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપતાં ખાલી પડતાં નગરપાલિકાના વિપક્ષના નેતા ભાટીયા શહેરમાં ફરી કોંગ્રેસને મજબૂતાઈ સાથે ઊભી કરે માટે પ્રદેશ કક્ષાએથી શહેર પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી હોવાનું પક્ષમાં ચર્ચાઈ રહ્યું છે.

પાલિકામાં વિપક્ષના નેતા અને ઉપનેતા બન્ને મહિલાઓ
પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાલિકાના વિપક્ષના નેતા ભરત ભાટીયા અને શહેર પ્રમુખ બનાવી તેમના વિપક્ષના નેતા નો હોદ્દો પાલિકાના કોંગ્રેસના સભ્ય મનિષાબેન ઠક્કરને આપવામાં આવ્યો છે તેમજ વિપક્ષના ઉપનેતા તરીકે નેહાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...