ભારતીય માનક બ્યૂરો તેનો 76મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, સ્થાપના દિવસ પર ભારતીય માનક બ્યુરો (BIS) અને જાગ્રુત ગ્રાહક મંડળ પાટણ ના સયુક્ત ઉપક્રમે હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ના એસ.કે. સ્કુલ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ (કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ) ના વિધાર્થીઓં - માનક મિત્રો દ્વારા ક્વોલિટી કનેક્ટ પ્રોગ્રામ હેઠળ પ્રવૃતિ શરુ કરવામાં આવી હતી. આ પ્રસગે જાગૃત ગ્રાહક મંડળ ના પ્રતિનિધિ રોનકભાઈ, કોલેજ ના આસી.પ્રોફેસર પાર્થભાઈ મોદી, નિસર્ગ ખમાર અને ડૉ સી.પી ઠાકોર સાહેબ દ્વારા BIS ક્વોલિટી કનેક્ટ આઉટરીચ પ્રવૃત્તિને ફલેગ ઓફ કરી માનક મિત્રોનાં ડોર ટુ ડોર અભિયાનનો પ્રારંભ કર્યો.
આ અભિયાનમાં ભારતીય માનક બ્યુરો (BIS), દ્વારા ગ્રાહકો માટે BIS CARE નામ થી મોબાઈલ એપ્લીકેશન બનાવેલ છે. જેમાં ઉત્પાદક ધ્વરા બનાવવા માં આવેલ વસ્તુ ની રજીસ્ટ્રેશન, ઉત્પાદક ની માહિતી અને માર્કા ની તમામ માહિતી ગ્રાહક ને સરળતાથી મળી રહેશે. આ એપ્લીકેશન ના માધ્યમ થી ઉત્પાદક દ્વારા બનાવેલ વસ્તુ ઉપર છાપેલા માર્કા સાચા છે કે ખોટા છે. તે માહિતી પણ ગ્રાહક ને સરળતા થી મળી રહેશે. જેમકે સોના નાં આભુષણ ઉપર હોલમાર્ક ની સાથે એચ.યુ.આઈ.ડી. નંબર, હોમ એપ્લાયન્સ જેવી વસ્તુ ઉપર આઈ.એસ.આઈ માર્ક નબર, ઇલેક્ટ્રિક વસ્તુ ઉપર સી.આર.એસ. માર્ક નંબર હોય છે. તે નંબર આ એપ્લીકેશન માં ગ્રાહક ધ્વરા ટાઈપ કરવાથી માર્ક કરી આપનાર સેન્ટર અને ઉત્પાદક ની માહિતી મળશે અને જો ખોટા હોય તો આ જ એપ્લીકેસન નાં માધ્યમ થી જ ફરિયાદ કરી શકાય છે. આ BIS CARE એપ્લીકેશન ની મંદદ થી હવે ગ્રાહક તેને ખરીદેલ વસ્તુ ની ચકાસણી કરી શકશે. આ ક્વોલિટી કનેક્ટ પ્રોગ્રામ હેઠળ 80 થી વધુ વિદ્યાર્થીઓ એ માનક મિત્ર તરીકે ભાગ લીધો છે. તે તમામ માનક મિત્ર તેમના વિસ્તારના લોકો ના ઘરે-ઘરે પહોંચીને ઉપરોક્ત મહત્વપૂર્ણ માહિતી આપી માહિતગાર કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.