ધર્મ જાગરણ:કિમ્બુવા ગામના સ્વ.નિરંજનભાઈ દવેએ હિન્દુ ધર્મમાંથી વિખુટા પડેલાને જોડવાનું કામ કર્યું

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકમાંથી નિવૃત થયા બાદ આરએસએસના ધર્મ જાગરણમાં જોડાઈ હિન્દૂ સંસ્કૃતિ માટે ભેખધારી જીવન સ્વીકાર્યું હતુું

પાટણ તાલુકાના કિમ્બુવા ગામના સ્વ.નિરંજનભાઈ દવેનો જન્મ 23/11/1946ના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જેમાં વ્યવસાયે પોતે શિક્ષક હોવા છતાં તેમનો આત્મા રાષ્ટ્ર સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવના સાથે જોડાયેલ હતા. ત્યારબાદ નિવૃત્તિ પછી આર.એસ.એસના ધર્મ જાગરણમાં જોડાઈને હિન્દૂ સંસ્કૃતિ માટે ભેખધારી જીવન સ્વીકાર્ય રણ વિસ્તારના ભાઈ હોય કે હિન્દુમાંથી વિખુટા પડેલા ધર્માંતર થયેલ પરિવાર હોય તેમને મૂળ પરંપરા સાથે જોડવા રણોત્સવ તેમજ હિન્દૂ સમ્રાટ પૃથ્વીરાજ જન્મજયંતિ ઉજવી મૂળ હિન્દૂ પરંપરા સાથે જોડવાનું એક રાષ્ટ્રીય કાર્ય કર્યું.

તેમજ અંબાજી વિસ્તારની હિન્દૂ ગરાસિયાના પરિવારોને મહારાણા પ્રતાપની જન્મજયંતિ ઉજવી તેમનો રાજવી પરિવારો સાથે જોડી હિન્દૂ પરંપરા સાથે એક હજાર સમુહલગ્નોત્સવ કરી વિખુટા પડતા હિન્દૂ ગરાસિયાને મૂળ પરંપરા સાથે ટકાવી રાખી એક સરાહનીય કાર્ય કર્યું જ્યારે જેમણે તીર્થ યાત્રા નથી કરી તેવા 108 કાર્યકરોને એકત્ર કરી હવાઈ જહાજમાં હરિદ્વાર ગંગા સ્નાન કરાવી મૂળ પરંપરા સાથે જોડવાનું એક ભગીરથ કાર્ય કર્યું ઉલ્લેખનીય છે કે નિરંજનભાઈ દવેનું જીવન એક સંત જેવું હતું અને રાષ્ટ્ર માટે વિખુટા પડેલ પીડિત સમાજ માટે ભગીરથ કાર્ય કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...