પાટણમાં નર્તન નૃત્ય કલાની સ્થાપના કરનારા સંસ્થાના પથદર્શક સ્વર્ગસ્થ મનોજકુમાર નાયકની તૃતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે નૃત્ય દ્વારા નૃત્યાજંલિ આપવાનો કાર્યક્રમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે યોજાયો હતો. પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ સી. પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વર્ગસ્થ મનોજકુમાર નાયકની તૃતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે નૃત્ય કલા સંસ્થા દ્વારા આયોજિત નૃત્યાંજલી કાર્યક્રમમાં સંસ્થાના ગુણવાન કલા ગુરુઓ મોના નાયક, આયુષી નાયક અને ધ્વનિ નાયક સહિતનાઓએ ભરતનાટ્યમ નૃત્યકલાના માધ્યમથી સંસ્થાના પથ દર્શક સ્વ.મનોજકુમાર નાયકના આત્માની શાંતિ માટે શ્રદ્ધા સુમન સમર્પિત કરી હતી.
સ્વર્ગસ્થ મનોજકુમાર નાયકના નૃત્યાજંલી કાર્યક્રમ પ્રસંગે શિવ લહેરી ગ્રુપ પાલનપુરના ભાસ્કર કુમાર ભરતીયા, પાટણના જાણીતા ફિઝિશિયન ડો. હમિદ મન્સૂરી, માધવી હેન્ડીક્રાફ્ટ પાટણના સુનિલ સોની, પાટણના જાણીતા બિલ્ડર દિલીપ પટેલ, કમલેશ સ્વામી, મહાસુખ મોદી, હર્ષદ ખમાર, યશપાલ સ્વામી સહિત મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.