મરણોત્તર સન્માન પત્ર:પાટણ યુનિં.ના પૂર્વ રજીસ્ટાર સ્વ.ડો.ધર્મેન્દ્રભાઈ પટેલને મરણોત્તર સન્માન પત્ર એનાયત કરાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો સુધી રજીસ્ટ્રાર તરીકે પોતાની સેવા આપી ચૂકેલ સ્વ.ડો.ધર્મેન્દ્રભાઈ પટેલને તેમના નિવાસ મારુતિ નગર સોસાયટીના સૌ રહીશો દ્વારા મરણોત્તર સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

દિવાળી બાદ સોસાયટીમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં સ્વ. ધર્મેન્દ્રભાઈ પટેલના માતૃશ્રી મણિબેન દ્વારા આ સન્માન તેમના પરિવારજનોએ સ્વીકાર્યું હતું. સ્નેહમિલનના આ કાર્યક્રમમાં સોસાયટીના સૌ રહીશોએ યુનિવર્સિટીમાં તથા સોસાયટીના વિવિધ ઉત્સવો અને કાર્યક્રમોમાં તેમની સક્રિય સહભાગીતાને યાદ કરી સોસાયટીમાં તેમની સાથેના સંસ્મરણોને યાદ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...