પુરાતત્વ વિભાગને મોટી આવક પ્રાપ્ત:રાણકીવાવ ગત વર્ષમાં 3,40,987 દેશી, 850 વિદેશી લોકોએ નિહાળી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટુરીસ્ટોની ફી દ્વારા પુરાતત્વ વિભાગને એક વર્ષમાં રૂ.1.41 કરોડની આવક થઈ

ગુજરાતની પ્રાચિન રાજધાની અને ઐતિહાસિક નગરી પાટણ બેનમૂન વિશ્વ વિરાસત રાણકીવાવથી જગ વિખ્યાત બની છે ત્યારે વર્ષે દહાડે દેશ વિદેશ માંથી હજારો પ્રવાસીઓ ઐતિહાસિક વિશ્વ વિરાસત રાણકીવાવ નિહાળવા માટે પાટણ આવી રહ્યા છે જેથી પુરાતત્વ વિભાગને મોટી આવક પ્રાપ્ત થઈ રહી છે. વર્ષ 2022ની 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીના સમય દરમિયાન વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ને કુલ 3.41 લાખ ભારતીયઓ અને 850થી વધુ વિદેશી પ્રવાસીઓએ નિહાળી હતી.જેના કારણે એક વર્ષમાં પુરાતન વિભાગ ને કુલ આવક 1.41 કરોડ રૂપિયા થઈ હતી.

ઐતિહાસિક નગર પાટણ તેના ભવ્ય ભુતકાળની સાથે સાથે અહીંના દેવડા , પટોળા , કોટ - કિલ્લા , દરવાજાઓ અને વિશ્વની યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ ભવ્ય અને ઐતિહાસિક વિશ્વ વિરાસત રાણીની વાવ અને સહસ્ત્રલીંગ તળાવથી સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી કરી છે . ત્યારે આ ભવ્ય સાત માળની વાવમાં માત્ર ભારતના જ નહીં પરંતુ વર્ષો થી પરદેશમાં સાત સમુંદર પાર વસતા પ્રવાસીઓને પણ આકર્ષી રહી છે . દર વર્ષે દેશ અને વિદેશના પ્રવાસીઓ આ રાણીની વાવને નિહાળવા માટે આવે છે અને આ વાવમાં કંડારવામાં આવેલી અદભુત કલાકૃતિઓ વાળી મુર્તિઓને અને વાવની બનાવટને નિહાળી આશ્ચર્યચકિત બની જાય છે .

ઐતિહાસિક ધરોહરને નિહાળવા માટે પ્રવાસીઓનો ભારે ઘસારો રહેતો હોવાથી વિશ્વ વિરાસત રાણકીવાવ 2022 ની 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધી માં 3.40,987 ભારતીયો પ્રવાસીઓ એ રાણકી વાવ ની મુલાકત લીધી છે જેને લઈ પુરાતત્વ વિભાગને રૂ .40 ટીકીટ ના દર મુજબ રૂ.1,36,39,480 ની આવક થઇ હતી .

જયારે પ્રત્યેક વિદેશી નાગરીક માટે ટીકીટનો દર રૂા . 600 રાખવામાં આવ્યો છે . ત્યારે વર્ષે 850 વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂા .5.10,000 ની આવક થઇ હતી . આમ છેલ્લા એક વર્ષમાં કુલ 3,41,837 પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂ .1,41,49,480ની આવક પુરાતન વિભાગ ને થઇ છે. ઓક્ટોબર મહિનામાં દિવાળી સમયે 50 હજારથી વધુ ભારતીય અને નવેમ્બર માં 287 વિદેશી પ્રવાસીઓએ વિશ્વ વિરાસત રાણકી વાવ ની મુલાકાત લીધી હતી.એમ કન્ઝરવેટીવ અધિકારી એસ કે શાહે જણાવ્યુ હતું .

અન્ય સમાચારો પણ છે...