પાટણમાં લાલ સાહેબ જીવંત સમાધિ ત્રિ-દિવસીય શ્રાપ નિવારણ કાર્યક્રમના બીજા દિવસે પ્રાંગણમાં પધારેલા સંતોના સ્વાગત અને તેમના આશીર્વાદ સર્વ ધર્મ પ્રેમી જનતાને મળ્યા. આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય સર્વ સંતોએ કર્યું. આ દીપ પ્રાગટ્યમાં આરતી ઠક્કરે સુંદર પ્રાર્થના કરી હતી, તેમજ લાલ સાહેબનું પુસ્તક વિમોચન પણ સંતોના હસ્તે કરાયું. આ પુસ્તક ડીસાના કનુ આચાર્યએ ખૂબ સારી એવી જહેમત ઉઠાવી અને આ પુસ્તક તૈયાર કરાવડાવ્યું છે. આમ તો કનુ આચાર્યએ 85 જેટલા સંતોના જીવનકથન જેમાં જલારામ બાપા પણ સામેલ છે, આવા સંતોનું પુસ્તક તેમણે લખ્યું છે અને એ સંતોએ કરેલી ભક્તિ અને તેમના પરચાઓનું વર્ણન પુસ્તકોમાં કરાયું છે.
સર્વે સંતોએ પોતાના વિચારો રજૂ કર્યા
જાનકી દાસ બાપુ તેમજ પધારેલા સર્વે સંતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગમાં જે કોઈ દાતા એ ધન આપેલું છે, તેવા દાતાઓને અને જે કોઈ કાર્યકર મિત્રોએ પોતાનું યોગદાન આપી અને મહેનત કરી છે, તે સૌને લાલ સાહેબ ખૂબ આશીર્વાદ આપશે. આ સભામાં ઉપસ્થિત સર્વે ભાઈ-બહેનોને એક-એક પુષ્પ આપ્યું હતું અને કનુ આચાર્યએ જે લાલ સાહેબને વિનંતી કરવાના જે શબ્દો બોલાવ્યા તે શબ્દો બોલી અને એક પુષ્પ તેમજ ઉપસ્થિત સર્વે સંતોએ પણ લાલ સાહેબને હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
મારવાડી ઠક્કર પરિવારોના ઘેર ધૂન ભજનના કાર્યક્રમો યોજાતા હતા
આ કાર્યક્રમમાં બેચરાજીવાળા જયંતી ઠક્કરે પોતાના વક્તવ્યમાં લાલ સાહેબ સમાધિ સ્થળને કઈ રીતે આગળ લાવવો તે માટે સતત કમીજલાના જાનકીદાસ બાપુનું માર્ગદર્શન મળતું રહ્યું, તેમજ સમાજના સર્વે પરિવારોને લાલ સાહેબ વિશે માહિતી આપી ફોટો આપ્યો અને છેલ્લા દસ વર્ષથી તેઓ સતત કાર્યરત હતા, તેમજ લાલ સાહેબના સમાધિ સ્થળ ઉપર મહિલા મંડળ દ્વારા ભજન-કીર્તન તેમજ સર્વે મારવાડી ઠક્કર પરિવારોના ઘેર પણ ધૂન ભજનના કાર્યક્રમો યોજાતા હતા. જયંતી અને તેમની ટીમ સર્વે સમાજના ભાઈઓ પાસે જે દાન લેવામાં સહયોગ આપ્યો હતો, તેમનો અને મહિલા મંડળની બહેનોનો પણ આભાર માન્યો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન વિવિધ અગ્રણીઓએ કર્યું
જલારામ મંદિરના ટ્રસ્ટી નારણ લક્ષ્મણજી ઠક્કરે સર્વે સંતોનો તેમજ દાતાઓનો અને કાર્યક્રર મિત્રોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન ધનરાજ ઠક્કર, બેચરાજીવાળા નરેશ ઠક્કર તથા સતિષ ઠક્કરે કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.