આક્ષેપ:પાટણમાં ધો-10નાં ખરાબ પરિણામ માટે શિક્ષકોની ઘટ જવાબદાર : કિસાન કોંગ્રેસ

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં બેફામ ટ્યુશન ક્લાસીસ , તેમજ શિક્ષકોની ભરતીના અભાવે શાળાઓમાં યોગ્ય શિક્ષણકાર્ય ન થતું હોવાનો આક્ષેપ

જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા પાટણમાં ધોરણ 10નુ ખૂબજ નીચું પરિણામ માટે શાળાઓમાં શિક્ષકોની ઘટ જવાબદાર ગણાવી જિલ્લામાં શિક્ષણનું સ્તર ગગડી રહ્યું હોય સત્વરે રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે શિક્ષકોની ભરતી કરી બેફામ ચાલતા ખાનગી ટ્યૂશન ઉપર લગામ લગાવવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.

પાટણ જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ ભુરાભાઈ જોષીએ મંગળવારે પત્ર લખી સરકાર સમક્ષ રજુઆત કરી કે સમગ્ર રાજ્યમાં સૌથી ખરાબ પરિણામ પાટણ જિલ્લાનું આવ્યું છે. રાજ્યની શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની મોટી ઘટ હોય ટેટ ટાટ પાસ ઉમેદવારો લાંબા સમયથી ભરતીની રાહ જોઇને બેઠા હોવા છતાં સરકાર દ્વારા સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો ભરતી કરવામાં ન આવતા શિક્ષણ કાર્ય યોગ્ય રીતે ના થતા બાળકોના શિક્ષણનું સ્તર ગગડી રહ્યું હોય પરિણામ નીચું આવી રહ્યું છે.

ઉપરાંત ગ્રામીણ ક્ષેત્ર આવેલી શાળાઓમાં શિક્ષકો અપડાઉન કરતા હોય તેમજ ખાનગી શાળાઓના શિક્ષકો દ્વારા બેફામ ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવતા શાળાઓમાં બાળકોને શિક્ષણ મળી રહ્યું નથી. જેથી પાટણ જિલ્લાના બાળકોનું ભવિષ્ય અંધકારમય ના બને અને શિક્ષણનું સ્તર સુધરે તે માટે સત્વરે રાજ્ય સરકાર અને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ઘટ વાળી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમજ બેફામ ચાલતા ખાનગી ટ્યૂશન ક્લાસીસ ઉપર લગામ લગાવવા અને શાળાઓમાં યોગ્ય શિક્ષણ કાર્ય થાય તે માટે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...