આરોગ્ય મંત્રીને રજૂઆત:બાલીસણા પીએસસીમાં MBBS ડોક્ટરના અભાવે ગ્રામજનોને સારવાર માટે હાલાકી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાલી પડેલ જગ્યા પર કાયમી ડૉક્ટર મૂકવાં આરોગ્ય મંત્રીને રજૂઆત

પાટણના બાલિસણા ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એમબીબીએસ ડૉક્ટર રાજીનામું આપતા ખાલી પડેલ જગ્યા ઉપર નવીન ડોક્ટરની નિમણૂક ન કરાતાં ગ્રામજનોને આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે હાલાકી પડી રહી હોય કેન્દ્રમાં નવીન એમબીબીએસ ડોક્ટર મૂકવા આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી. પાટણના બાલિસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ.બી.બી.એસ. ડોક્ટર પ્રાપ્તિબેન પટેલ ફરજ પર હતાં.

તે દરમ્યાન ગ્રામજનોને તમામ સારવાર મળી રહી હતી. પરંતુ થોડા સમય પહેલા ડૉ.પ્રાપ્તિ પટેલ મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર જવાનું હોય સ્વેચ્છાએ રાજીનામું આપતા છેલ્લા કેટલાક સમયથી બાલિસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની જગ્યા ખાલી પડી હોય જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને અપૂરતી સારવાર ના મળતા સારવાર માટે તેમને પાટણ સુધી લાંબા થવાનો વારો આવ્યો છે.

જેથી ગામમાં લોકોને આરોગ્યની સારી સારવાર થાય તે માટે કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટરની તાત્કાલિક જરૂરિયાત હોય સત્વરે આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને નરેશ પરમાર દ્વારા પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...