રજૂઆત:બસના અભાવે નોરતાવાંટાના છાત્રો ખાનગી મુસાફરી કરવા મજબૂર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટી ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરાઈ

પાટણ જિલ્લાના નોરતાવાંટા ગામના 40થી 50 વિધાર્થીઓ પાટણ, રણુંજ અને સરવા શાળા- કોલેજમાં અભ્યાસ અર્થે અપડાઉન કરવું કરે છે. લોકડાઉન પછી શાળા- કોલેજનું શિક્ષણકાર્ય શરૂ થતાં વિધાર્થીઓ પાટણ કોલેજ અને અન્ય શાળાઓમાં અભ્યાસ અર્થે અપડાઉન માટે એસટી બસના અભાવે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર થવું પડે છે. જેથી એસટી બસ શરૂ કરવા ગામના સરપંચે એસટી ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

વિધાર્થીઓએ જણાવ્યું કે લોકલ પ્રાઈવેટ વાહનમાં ઘેટાં-બકરાંની જેમાં બેસીને શાળામાં જવું પડે છે જેથી ગામના વિધાર્થીઓ અને વાલીઓએ સરપંચને બસ સવારે 10: કલાકે અને સાંજે 6 કલાકે એસટી બસ શરૂ કરવા રજૂઆત કરવામાં આવતા ગામના સરપંચ હેમતુજી ઠાકોરે એક મહિના અગાઉ રજૂઆત કરી હતી પણ પરિણામ શૂન્ય મળતા શુક્રવારે પાટણ એસટી બસના મેનેજરને લેખિતમાં ફરી રજૂઆત કરવામાં આવી હતી. પાટણના નોરતા વાંટા ગામના વિધાર્થીઓએ એસટી બસ શરૂ કરવા માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...