પાટણ શહેરનાં બગવાડા દરવાજા વિસ્તારમાં તિરૂપતિ માર્કેટનાં પાંચમા માળે આવેલા 'અતિથીનાં બંધન' ગેસ્ટહાઉસમાં મધરાત્રે પાટણ એ-ડીવીઝન પોલીસ સ્ટાફે ઓચિંતી રેડ કરતા કુટણખાનું ઝડપાયું હતું. ગેસ્ટહાઉસના રૂમ નં. 505, 506 અને 507માંથી ચાર રૂપલલનાઓ અને બે પુરુષ ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે ગેસ્ટહાઉસ સંચાલકની અટકાયત કરીને. 9800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ યુવતિઓ પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લા પોલીસવડાએ પાટણ જિલ્લાનાં અને શહેરમાં દારૂ અને અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા માટે લોકોને કરેલી અપીલનાં ભાગરૂપે ગઇકાલે 11 વાગ્યાનાં સુમારે કોઇ જાગૃત નાગરિકે પાટણ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને તિરૂપતિ માર્કેટની ગેસ્ટહાઉસમાં દેહવ્યાપાર કરાવાતો હોવાની તથા દારૂનો ધંધો ચાલતો હોવાનું જણાવ્યું હતું.
બાતમીના આધારે પોલીસે રેડ કરતા રૂમ નંબર 505માંથી મુંબઇ અંધેરીની રહીશ, પશ્ચિમ બંગાળનાં 24 પરગણાની એક યુવતી, રૂમ નં.506માંથી પાટણ પંથકનો એક પુરુષ અને અમદાવાદની એક યુવતી તથા રૂમ નં. 507માંથી મૂળ ઓરિસ્સાની અને હાલ અમદાવાદ રહેતી અન્ય એક યુવતી મળી આવી હતી.
પોલીસે આ ગેસ્ટહાઉસનાં સંચાલક સામે બહારથી છોકરીઓ બોલાવીને દેહવ્યાપાર કરાતો હોવાથી તેમની સામે તે અંગેની કાલમો મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે ગેસ્ટહાઉસનું રજિસ્ટર ચેક કરતાં તેમાં છેલ્લે તા. 9-5-2022 સુધીની ગ્રાહકોની એન્ટ્રી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.