તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ ત્રાટકી:સિદ્ધપુરના આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ઝડપાયું

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ બંગાળી મહિલા અને પાંચ ગ્રાહકો સહિત સંચાલક સામે ફરિયાદ

સિદ્ધપુરનાના આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં એસઓજીએ દરોડો પાડી ત્રણ મહિલાઓ અને પાંચ ગ્રાહકો સાથે ગેસ્ટ હાઉસના સંચાલકને પકડી પાડી અનૈતિક દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે.

સિદ્ધપુર શહેરમાં આવેલા આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળતા એસઓજી પીઆઇ આર.કે. અમીને સિદ્ધપુર પોલીસ અને મહિલા પોલીસને સાથે રાખી સંયુક્ત રીતે આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં દરોડો કરી પશ્ચિમ બંગાળની ત્રણ મહિલાઓ અને પાંચ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. સાથે ગેસ્ટ હાઉસના સંચાલક સિદ્ધપુરના પરેશ કૌશિકકુમાર પંચોલીને પણ પકડી તેની સામે સિદ્ધપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

એસઓજી પીઆઇ આર.કે અમીને જણાવ્યું હતું કે આગામી સમયમાં ગેસ્ટ હાઉસના ઓથા નીચે આ પ્રકારની દેહ વ્યાપારની પ્રવૃત્તિનો ધંધો કરનાર ગેસ્ટ હાઉસના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગેસ્ટ હાઉસ સીલ કરાશે: પીઆઈ
સિદ્ધપુર પી.આઈ ચિરાગ ગોસાઇએ જણાવ્યું હતું કે ગેસ્ટ હાઉસમાં ધંધા માટે છોકરીઓ અમદાવાદથી લાવવામાં આવતી હતી. ગ્રાહકો પાસેથી પૈસા લઈ દેહ વ્યાપારનો ધંધો કરવામાં આવતો હતો. ગેસ્ટ હાઉસના સંચાલક ઉપર અગાઉ પણ આ પ્રકારનો ગુનો દાખલ થયો હતો. ગેસ્ટ હાઉસ રેલ્વે સ્ટેશન નજીક જાહેર સ્થળો પાસે હોવાથી સીલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...