આયુર્વેદિક દવા:પાટણના ક્રિષ્ના ગ્રુપ પાટણ લમ્પીગ્રસ્ત પશુઓને આયુર્વેદિક દવાઓ સાથે આયુર્વેદ લાડુનું વિતરણ કરાયુ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજના સંતોનાં સહકાર અને આશિર્વાદથી શરૂ કરવામાં આવેલી જીવદયાની પ્રવૃતિ સરાહનીય બની

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પશુઓમાં લમ્પી વાઇરસની સંક્રમણ યથાવત જોવા મળી રહી છે. લમ્પી વાયરસ ગ્રસ્ત પશુઓની જિલ્લા પશુપાલન વિભાગના આરોગ્ય કર્મીઓ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા પ્રશાસન ને મદદરૂપ બનવા અને અબોલ જીવોની નિઃસ્વાર્થ સેવા માટે હંમેશા તત્પર રહેતાં ક્રિષ્ના ગ્રુપ પાટણ દ્વારા મહંત સંતરામ ગીરીબાપુ તેમજ મહંત અવધભારતી મહારાજ સુખપરના સહયોગથી ગાયો માટે લમ્પી વાઇરસ સામે રક્ષણ આપતી આયુર્વેદ દવાઓ તેમજ આયુર્વેદ લાડુ બાલીસણા ખાતે સેવાભાવી યુવાનો દ્વારા તૈયાર કરાવી પાટણ ક્રિષ્ના ગ્રુપની યુવા ટીમ દ્વારા પાટણ શહેર અને આજુબાજુના ગામોમાં લમ્પી ગ્રસ્ત પશુઓને વિતરણ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સંતોનાં સહકાર અને આશિર્વાદ સાથે ક્રિષ્ના ગ્રુપ પાટણ દ્વારા લમ્પી ગ્રસ્ત પશુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલ આ સેવાકાર્ય ને પશુપાલકો સહિત જિલ્લા પ્રશાસન દ્વારા સરાહનીય લેખાવવામા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...