તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભલેને ત્રીજી વેવ આવે અમે નહીં સુધરીએ:પાટણના કિમ્બુવામાં ટોપલા ઉજવણી, ગામની 500થી વધુ મહિલાઓ માથે ટોપલા લઈ પહોંચી, માસ્ક- સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

પાટણ12 દિવસ પહેલા
  • મહિલાઓએ કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી જોગણી માતાજીની ઉજવણી કરી
  • વર્ષોની પરંપરાનુસાર જોગણી માતાજીની ટોપલા ઉજવણી કરાય છે
  • મહિલાઓ ઘરેથી નિવૈધ તૈયાર કરી ટોપલામાં મુકી ખેતરમાં ધરતી માતાનું પુજન કરે છે

છેલ્લા એક સપ્તાહથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની બીજી લહેર મંદ બની છે. જેના કારણે કોરોના પોઝિટિવ કેસોમાં પણ સંપૂર્ણપણે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને ફરી આમંત્રણ આપવામાં આવતું હોય તેમ બુધવારના રોજ સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામે વર્ષોની પરંપરાનુસાર ઉજવાતી જોગણી માતાજીની ટોપલા ઉજવણીમાં ગામની 500થી વધુ મહિલાઓએ માથે ટોપલા લઈ એકત્રિત થતા કોરોનાની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.

વર્ષોની પરંપરાનુસાર જોગણી માતાજીની ટોપલા ઉજવણી
વર્ષોની પરંપરાનુસાર જોગણી માતાજીની ટોપલા ઉજવણી

મહિલાઓ દ્વારા કોવિડ નિયમનો સરેઆમ ઉલ્લંઘન કરી કોરોનાને ફરી આમંત્રણ
ટોપલા ઉજવણીમાં ગામની મોટાભાગની મહિલાઓ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું સરેઆમ ઉલ્લંધન કરી રહ્યાં હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થવા પામ્યા છે. એક તરફ જિલ્લા પ્રશાસન દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની બીજી લહેરને અટકાવવા અને કોવિડની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરાવવા કટિબદ્ધ બન્યા છે. ત્યારે સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામે ઉજવાયેલા જોગણી માતાની આ ઉજવણીમાં કોવિડના નિયમોનું ગામની મહિલાઓ દ્વારા સરેઆમ ઉલ્લંઘન કરી કોરોનાને ફરી આમંત્રિત કરી રહ્યાં હોય તેવા સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયા છે. ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ જિલ્લાવાસીઓમાં પ્રબળ બનવા પામી છે.

મહિલાઓ ઘરેથી નિવૈધ તૈયાર કરી ટોપલામાં મુકી ખેતરમાં પ્રયાણ
મહિલાઓ ઘરેથી નિવૈધ તૈયાર કરી ટોપલામાં મુકી ખેતરમાં પ્રયાણ

ખેતરમાં ધરતી માતાનું પુજન કરી સૌ સમુહમાં નૈવેધ ગ્રહણ કરતા
ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોની પરંપરા મુજબ ઉજવાતી ટોપલા ઉજવણીનું મહત્વ સમજાવતા ખેડૂત અગ્રણી દિપસંગજી ઠાકોરે જણાવ્યું હતું કે વર્ષો પૂર્વે ચોમાસાનાં આગમન પહેલાં ખેડૂતો દ્વારા કરવામાં આવતા વાવેતરને લઈને ધરતી માતા અને વરૂણ દેવની પ્રાર્થના માટે સમસ્ત ગ્રામજનો દ્વારા પોત પોતાના ખેતરમાં હળ હાંકી ખેતીનું વાવેતર કરતાં અને મહિલાઓ ઘરેથી નિવૈધ તૈયાર કરી ટોપલામાં મુકી ખેતરમાં ધરતી માતાનું પુજન કરી સૌ સમુહમાં નૈવેધ ગ્રહણ કરતા હતા.

મહિલાઓએ કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા
મહિલાઓએ કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા

ઘરે જ નૈવેધ ધરાવી પરંપરા જાળવવી જોઈએ
પરંતુ હાલમાં ખેતીમાં હળની જગ્યાએ ટ્રેકટરોએ લીધી છે. હવે દરેક ગામમાં ગામની મહિલાઓ દ્વારા સમૂહમાં ટોપલા ઉજાણી કરી વર્ષોની પરંપરા જાળવી રહ્યાં હોવાનું તેઓએ જણાવ્યું હતુ. જો કે તેઓએ કોરાનાની મહિમારી વચ્ચે સમૂહ ટોપલા ઉજાણીની જગ્યાએ ગામની મહિલાઓએ પોતાનાં ઘરે જ નૈવેધ ધરાવી પરંપરા જાળવવી જોઈએ તેમ જણાવ્યું હતું.

વીડિયો વાઇરલ થતાં ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી
પાટણ એસપી અક્ષયરાજ મકવાણાએ વીડિયો વાઇરલ થતાં કાર્યવાહી વિશે વાત કરતા જણાવ્યું છે કે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તથા ડિવાયએસપી સિદ્ધપુરને ઘટના સ્થળે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટનામાં જે પણ જવાબદાર લોકો છે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બની તે ગામમાં બીજી વેવ દરમિયાન એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. છતાં પણ કોવિડના નિયમો ભંગ થયા છે તેની કાર્યવાહી કરવામાં આવશે તથા કોઇને પણ છોડવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...