તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:પાટણ મત વિસ્તારનાં 50 વર્ષથી નીચેના કોવિડના દર્દીને ‘ બાયપેપ ’ મશીન પુરા પડાશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણનાં ધારાસભ્યએ 10‘બાયપેપ ’ મશીન ખરીદીને પુરા પાડવાની અનોખી પહેલ કરી

પાટણના ધારાસભ્ય ર્ડો.કિરીટ પટેલે પોતાના મતવિસ્તારના કોરોનાના દર્દીઓ કે જેઓ હોસ્પિટલમાં દાખલ હોય અને વેન્ટીલેટરની જરૂર હોય પરંતુ જે - તે હોસ્પિટલમાં વેન્ટીલેટર ઉપલબ્ધ ન હોય તેવા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ‘ બાયપેપ મશીન પૂરા પાડવાની અનોખી પહેલ શરુ કરી છે.

પાટણ ધારાસભ્ય ર્ડો.કિરીટ પટેલે છેલ્લા એક અઠવાડિયાથી તેઓએ પાટણના ત્રણ વોર્ડ અને લોકો તેમના મતવિસ્તારના 60 થી વધુ ગામોનો પ્રવાસ કરી લોકોને કોરોનાં કોરોનાથી ના ફેલાય તે માટે જાગૃત કર્યા છે. સાથે સાથે જે ગામોમાં વેકસીન લેતા લોકો ડરતા હતા તેવા ગામોમાં રુબ જઇ લોકોને વેકસીન લેવા અને કોરોનાથી બચવા અધિકારીઓને સાથે રાખી સતત પ્રવાસ ખેડી રહ્યા છે.

ધારાસભ્યએ પોતાના મતવિસ્તારના 50 વર્ષથી ઓછી વય ધરાવતાં કોઇપણ કોરોનાગ્રસ્ત દર્દીગામોમાં પાટણની કોઇપણ હોસ્પિટલમાં દાખલ હોય અને તેઓને વેન્ટીલેટરની જરૂર હોય પરંતુ ઓળખીને વેન્ટીલેટર ઉપલબ્ધ ન હોય તેવા દર્દીઓ માટે દાતાઓના સહયોગથી 10 જેટલા બાયપેપ ' મીનાઆઈસોલેરા ખરીદ્યા છે. આ ‘ બાયપેપ મશીનની કિંમત અંદાજીત 80 હજાર રૂપિયા જેટલી છે.

આવા દર્દીઓને ‘ બાયપેપની જરૂર હોય તો દર્દી જેતે હોસ્પિટલમાં દાખલ હોય તે હોસ્પિટલના ડકટરની લેખિત ભલામણથી આવા દર્દીઓને બાયપેપ ' મશીન પૂરા પાડવામાં આવશે. આ માટે દર્દી પાસેથી રૂ. 5 હજાર ડિપોઝીટ લેવામાં આવશે જેથી દર્દી આ મોંઘુ મશીન સાચવીને તેનો ઉપયોગ કરી શકે જેતે પરિસ્થિતિમાં મશીન પરત કર્યેથી જમા કરાવેલ ડિપોઝીટ પરત આપવામાં આવશે અને દર્દીની જરુરીયાત પૂરી થયે તુર્તજ આ બાયપેપ ' મશીન પરત કરવાનું રહેશે. જેથી અન્ય દર્દીને તેનો લાભ મળી શકે અને આવા જરુરીયાતવાળા દર્દીનો જીવ બચી શકે. આ બાયપેપર મશીન નવજીવન હોસ્પિટલ , ચતુર્ભુજ બાગની પાસે , સ્ટેટ બેંકની બાજુમાંથી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...