તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેહવ્યાપાર:પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કૂટણખાનું ઝડપાયું, 6 યુવતીઓ ગ્રાહકો સાથે ઝડપાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજમહેલ રોડ ઉપર આવેલા દેવદર્શન કોમ્પલેક્ષના ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપાર ચાલતો હતો
  • આણંદ , બેંગ્લોર અને બંગાળથી યુવતીઓ લવાતી હતી

પાટણ શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલા કેશરી ગેસ્ટ હાઉસમાંથી પોલીસે કુટણખાનું ઝડપ્યું છે. જેમાંથી બહારથી યુવતીઓને બોલાવી તેમની મજબૂરીનો લાભ લઈ તેમના પાસે દેહ વ્યાપાર કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસને બાતમી મળતાં રાજમહેલ રોડ ઉપર આવેલા બે ગેસ્ટ હાઉસમાં રેડ કરી હતી. જેમાં આરામ ગેસ્ટ હાઉસમાંથી પોલીસને કંઈપણ મળ્યું નહોતું, પરંતુ કેશરી ગેસ્ટ હાઉસમાંથી પોલીસે આણંદ, બેંગ્લોર અને બંગાળની કુલ 6 યુવતીઓને પુરુષ ગ્રાહકો સાથે ઝડપી હતી.

યુવતીઓ પાસે હોટલનો સંચાલક દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો. પોલીસે આ મામલે કેશરી ગેસ્ટ હાઉસના સંચાલક જીગર કાંતિલાલ પ્રજાપતિ (રહે. મોરવાડો નાગરવાડા પાટણ)વાળા વિરૂદ્ધ બહારથી યુવતીઓ લાવી દેહવ્યાપાર કરવવા બદલ તથા ઠક્કર નીરવ અશોકકુમાર (રહે. સાલવીવાડો રામજી મંદિર સામે પાટણ), દેસાઈ સંજય પીરાભાઈ હરીભાઈ (રહે. મેત્રાણા, તા. સિદ્ધપુર), જીગર દિનેશ હરીભાઈ પ્રજાપતિ (રહે. સુજાણપુર તા. સિદ્ધપુર), હેમંત ઉર્ફે હેમું ભુપેન્દ્રભાઈ કાંતિલાલ મોદી (રહે. કપાસીવાડો, નુતનમીલ પાસે પાટણ) અને સેનામાં રવિ અમૃતભાઈ પુંજાભાઈ (રહે. શ્રમજીવી સોસાયટી)વાળા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...