• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Kongi MLA From Patan Kirit Patel Rejects Talk Of Joining BJP, Says 'I Will Remain In The Party, Conspiracy To Defame Me'

MLAનો ખુલાસો:પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ ભાજપમાં જોડાવાની વાતને નકારી, કહ્યું -'હું પક્ષમાં જ રહીશ મને બદનામ કરવાનું સડયંત્ર'

પાટણ25 દિવસ પહેલા

પાટણ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તેવા વાયુવેગે મીડિયામાં સમાચારો પ્રસરતા શનિવારે ધારાસભ્ય દ્વારા તેઓ પક્ષના વફાદાર સૈનિક હોય પક્ષમાંથી ટિકિટ લઈ અને ચૂંટણી લડનાર હોય ભાજપ માં જોડાવાની બાબતનો રદિયો કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણી ની તારીખ જાહેરાત થઈ ગઈ છે પરંતુ ભાજપ કે કોગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ નામ ની જાહેરાત કરાઈ નથી ત્યારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ભાજપ માં જોડવાના છે તેવા સમાચાર વહેતા થતા તેમને વીડિયો મારફતે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસ પક્ષમાં રહેવાના હોય પક્ષમાંથી ટિકિટ લઈ ચૂંટણી લડવાના છે ત્યારે મને ભાજપ દ્વારા બદનામ કરવાનું સડયંત્ર હોવાનું ગણાવી પોતાનો ખુલાસો કરતો વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...