પાટણની ઐતિહાસિક 132 વર્ષથી સતત કાર્યરત એવી શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારધીનાં સૌજન્યથી ચાલતાં લોકપ્રિય કાર્યક્રમ ‘મને જાણો’ કાર્યક્રમમાં જાસ્કાનાં વતની રસિકભાઇ મોદીએ રસપ્રિય વકતવ્ય આપ્યુ હતું. રસિકભાઇ મોદીએ સતત બીજી વખત ભગવદ્ગીતાનાં સૂત્રો-પ્રસંગોને ખૂબજ સરળશૈલીમાં રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
તેઓએ ભગવદ્ ગીતામાં ‘યોગ કર્મસુ કૌશલમ્' એટલે કે ભગવાનને સાથે રાખીને કુશળતાપૂર્વક કર્મ કરવું. અનન્યભાવથી ભગવાનની ભકિત કરવી, કર્મ વિશે ખૂબજ સરળ સમજ આપી ખાસ જણાવ્યું હતું કે, જનહિતાર્થે કરેલું કોઇપણ કર્મ સત્કર્મ છે. ગજેન્દ્ર મોક્ષની સમજ, પત્રમ્, પુષ્પમ, ફળમ્, તોયમ એટલે કે ભગવાન પત્ર, પુષ્પ, ફળ વગેરેથી પ્રસન્ન થાય છે. પણ તે કેવાં હોવા જોઇએ તેની સમજ આપી હતી.
આ ઉપરાંત જીવન વિશે જણાવતાં કહ્યું હતું કે, જીવવું, જ્ઞાનવૃદ્ધ થવું તેમજ નમ્રતાથી વર્તવું. તેઓએ જણાવ્યું હતું કે, ગીતામાં તમામ પ્રશ્નોના જવાબ છે. આ પ્રસંગે પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરા દ્વારા સ્વાગત કરી આ કાર્યક્રમની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સારા વકતાઓને લાયબ્રેરીમાં આવવા બદલ આનંદ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે જયેશભાઇ વ્યાસ, રાજેશભાઇ પરીખ, સુનીલભાઇ પાગેદાર, પ્રકાશભાઇ રાવલ, કાંતિભાઈ સુથાર, કનુભાઇ પટેલ, મનુભાઇ ખત્રી, કર્દનભાઇ મોદી, પુજાબેન મકવાણા તથા સુજ્ઞ શ્રોતાઓ હાજર રહ્યા હતા. આભારવિધી સુરેશભાઇ દેશમુખે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.