કિસાન શિબિર:વન વિભાગ હારીજ દ્વારા ખેડુતલક્ષી વિવિધ યોજના બાબતે માલસુંદ ખાતે કિસાન શિબિર-2021 યોજાઈ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું

સામાજીક વનીકરણ વિભાગ પાટણ હસ્તકની હારીજ વિસ્તરણ રેંજ દ્વારા ખેડુતલક્ષી વિવિધ યોજના બાબતે હારીજ તાલુકાના માલસુંદ ખાતે કિસાન શિબિર-2021 યોજાઈ હતી.

આ શિબિરમાં નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલ દ્વારા વન વિભાગની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે સમોડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતલક્ષી માર્ગદર્શન ઉપરાંત બાગાયત વિભાગ અને પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં હારીજ તાલુકાના 15 ગામોમાંથી 150 જેટલા ખેડૂત લાભાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...