તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી સિદ્ધિ:બે મહિના મહેનત કરી તૈયાર થયેલી 39 ઇંચની અશોકચક્રની કૃતિએ પાટણના કીર્તિભાઈ ખત્રીને ઈયર ઓફ ધ આર્ટિસ્ટનો એવોર્ડ અપાવ્યો

પાટણ2 મહિનો પહેલાલેખક: તેજસ રાવળ
 • કૉપી લિંક
કીર્તિભાઈ ખત્રી - Divya Bhaskar
કીર્તિભાઈ ખત્રી
 • 500 વર્ષ સચવાય તેવી અશોકચક્રની બેનમૂન કૃતિ બનાવી છે 74 વર્ષીય હસ્તકલાના કારીગરે

પટોળા અને મશરૂ હસ્તકલાથી જાણિતા પાટણ શહેરના લુપ્ત થતી પેપર કાર્વિંગ આર્ટના કલાકાર કીર્તિભાઈ ખત્રીએ સાંગાનેરી હેન્ડમેડ પેપર ઉપર 2 મહિનાની મહેનતથી બનાવેલી રાષ્ટ્રધ્વજના અશોકચક્રની 39 ઇંચની કૃતિએ ઈયર ઓફ ધ આર્ટિસ્ટ તરીકેનું ગૌરવ અપાવ્યું છે. જેથી તેમને રૂ. એક લાખનો રોકડ પુરસ્કાર પણ મળ્યો છે. તેઓ 2 હજારથી વધુ પ્રતિકૃતિ બનાવી લિમ્કા બુકમાં સ્થાન પામી ચૂક્યા છે.

ટાંકવાડાના કિર્તિભાઈ ખત્રીએ 1960માં અભ્યાસ સમયે અખાડામાં રામપ્રસાદ જડિયા પાસે પેપર કાર્વિંગ આર્ટની તાલીમ લઈ 1964થી પેપર પર નરેણી અને ચીપિયાથી કોતરણી કરી ઐતિહાસિક સ્થળો, જૈન અને હિન્દુ ભગવાનોની પ્રતિકૃતિ બનાવે છે. 2017-18માં યોજાયેલા ઈયર ઓફ ધ આર્ટિસ્ટમાં પ્રસ્તુત 200 જેટલી હસ્તકલાઓમાં બનેેલી અશોકચક્રની કૃતિને સરકારે પ્રથમ નંબર આપી ઈયર ઓફ ધ આર્ટિસ્ટનો એવોર્ડ આપ્યો હતો.

39 ઇંચના અશોકચક્રની ખાસિયત
અશોકચક્રમાં આવતા 24 હાથી, મોર, સિંહ અને વાળા સહિતની ડિઝાઇન કીર્તિભાઇ ખત્રીએ કાગળ પર આબેહૂબ કંડારી છે. જે કલાનો બેનમૂન નમૂનો છે.

આ એવોર્ડ મળ્યા છે

 • લિમ્કા બુક રેકોર્ડ-2012
 • ઇન્ડિયા બુક ઓફ ધ રેકોર્ડ
 • રાષ્ટ્રપતિ જાકીરહુસેન દ્વારા સન્માનપત્ર
 • અમેરિકા ઍન્મ્બસી સર્ટી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો