પાટણના ધારાસભ્યની ચીમકી:કિરીટ પટેલે કહ્યું, 'કોઇ અધિકારી ફોન નહીં ઉપાડે તો અડધી રાત્રે ઘરે જઈને વિરોધ કરીશું'

પાટણ21 દિવસ પહેલા

પાટણ શહેરમાં ભારે વરસાદે સર્જેલી તારાજીના કપરા સમયે પ્રજાજનોની સુખાકારી અને તેમની ફરીયાદ બાબતે ધારાસભ્યનો નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા ફોન રિસિવ કરવામાં ન આવવાના ધારાસભ્ય સહિત કોગ્રેસના કાર્યકરો અને વિસ્તારના રહીશોએ ચીફ ઓફિસરના ઘર બહાર રામધૂન બોલાવી વિરોધ નોંધાયો હતો. જેના વિરોધમાં ચીફ ઓફીસરના એસોસીએશન દ્વારા આવેદનપત્ર પત્ર આપ્યું હતું. આ વાતની જાણ ધારાસભ્યને થતાં ચીફ ઓફિસર સામે ધારાસભ્યએ તીખી પ્રતિક્રિયા વ્યકત કરી છે.

જેને જે કરવું હોય તે કરી લે: ધારાસભ્ય
નગરપાલિકાના ચીફ ઓફીસરને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલએ વરસાદની સીઝનમાં નગરજનનો પડેલી હાલાકી અને તેમની ફરીયાદો બાબતે ટેલીફોનીક સંવાદથી સમસ્યા ઉકેલવા માટે મોબાઇલ ફોન કર્યો હતો, પરંતુ ચીફ ઓફીસરે ફોન રીસીવ કર્યો ન હતો. ત્યારે આ સંદર્ભે આજે પ્રેસના મિત્રોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ચીફ ઓફીસરનું એસોસીએશન હોય કે અન્ય કોઇ સરકારી અધિકારીઓ હોય તેઓએ સરકારના ચૂંટાયેલા ધારાસભ્ય કે એમએલએના ફોન રિસિવ કરવા જોઇએ જેની કાયદાકીય જોગવાઇ પણ છે જો કોઇ ચીફ ઓફીસર ફોન ન ઉપાડે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઇ કરવામાં આવેલી છે. વધુમાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ચીમકી ઉચ્ચારતા ધારાસભ્યએ જણાવ્યુ હતું કે, ફોન નહીં ઉપાડવામાં આવે તો મધ્યરાત્રિએ પણ અધિકારીઓના ઘરે જઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. તેના માટે જેને જે કરવું હોય તે કરી લે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...