પાટણ શહેરના ચકચારી ડબલ મર્ડર કેસમાં આરોપી કિન્નરી પટેલને પાટણ સેશન્સ કોર્ટ દ્વારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવી હતી જેનાથી નારાજ થઈને આરોપીના વકીલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં નીચલી અદાલતના હુકમને અપીલ દ્વારા પડકાર્યો છે. આરોપી કિન્નરી પટેલના વકીલ પી એન બારોટે જણાવ્યું હતું કે પાટણ એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવ્યાના અઠવાડિયા પછી હાઇકોર્ટમાં અપીલ કરી છે જેમાં હાઇકોર્ટ દ્વારા આગામી 27 એપ્રિલે પ્રથમ મુદત રાખી છે.
અત્રે નોંધનીય છે કે શહેરના બહુચર્ચિત કેસમાં ડેન્ટિસ્ટ ડો. કિન્નરી પટેલ દ્વારા ભાઈ જીગર પટેલ અને ભત્રીજી માહીને પોટેશિયમ સાઇનાઇડ આપી મોતને ધાટ ઉતારી હતી તેવા ચાર્જશીટ અંગેનો કેસ તાજેતરમાં પાટણના એડિશનલ સેશન્સ જજ એકે શાહ સમક્ષ ચાલી જતાં કિન્નરી પટેલને ઈપીકો કલમ 302ના ગુનામાં દોષિત ઠરાવી હતી.
જોક કિન્નરી પટેલને જીવનના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા કરવા સરકારી વકીલ મિતેશ પંડ્યાએ અરજ કરી હતી તેને ગ્રાહ્ય રાખીને મૃત્યુપર્યંત આજીવન કેદની સજા ફરમાવી હતી.જેનાથી નારાજ થઈને કિન્નરી પટેલના વકીલ પી એન બારોટે સેસન્સ કોર્ટ દ્વારા અમારી દલીલો અને રજૂ કરેલા જજમેન્ટ ધ્યાને લીધા ન હોવાથી હાઇકોર્ટમાં અપીલ કરાશે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.