તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહનચાલકોને હાલાકી:અમરપુરાથી ખોડાણા,મેસર,કાતરા ગામને જોડતાં માર્ગની બંને સાઇડો પર ગાંડા બાવળોનું સામ્રાજ્ય

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માતની ઘટના ઘટે તે પહેલા દુર કરવામાં આવે તેવી લોકમાંગ

સરસ્વતી તાલુકાના અમરપુરાથી ખોડાણા, મેસર, કાતરા ગામોને જોડતાં સીંગલ પટ્ટીનો રોડ પસાર થાય છે. આ રોડની બંને બાજુની સાઇડો પર ગાંડા બાવળોનુ સામ્રાજય વધી જતા વાહનચાલકો તેમજ મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. અવરજવર થતાં વાહનચાલકો એકબીજાને સાઇડ આપવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ બાબતે ખોડાણા સરપંચના પુત્ર માવજીજી ઠાકોરે જણાવ્યું કે ખોડાણા અને અમરપુરા સીમ વિસ્તારમાં જેસીબી દ્વારા રોડ બંને સાઇડે પર ગાંડા બાવળો દુર કરાયા છે જે બાકી છે તે માટે હવે રજૂઆત કરાશે. રોડ ઉપર પસાર થતાં વાહનચાલકે જણાવ્યું હતું કે સૌથી વધારે રોડ સાઇડે ખોડાણાથી મેસર કાતરા જતાં ગાંડા બાવળો લચી પડ્યા છે. આ બાબતે અકસ્માતની ઘટના ઘટે તે પહેલા દુર કરાય તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો