તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સમાધાન માટે બોલાવી કિમ્બુવાના યુવાન પર 3 શખ્સોનો ચપ્પુથી હુમલો

પાટણ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પાટણના પાલિકા બજાર પાસેની ઘટનાથી દોડધામ મચી
 • યુવતીને હેરાન કરવા બાબતે સમાધાન કરવા એકઠા થયા હતા

સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામના ત્રણ શખ્સો અભ્યાસ કરતી ગામની છોકરીને હેરાન કરતા હોય તે બાબતે તેના કાકાના દિકરાઅે ઠપકો અાપ્યો હતો. જેનુ મન દુ:ખ રાખીને ત્રણ શખ્સોઅે પાટણ પાલિકા બજાર ખાતે સમાધાન કરવા બોલાવીને ચપ્પા ઘા મારી ઇજાઅો પહોંચાડી હતી. આ અંગે પોલીસે કિંમ્બુવના ત્રણ સામે ગુનો નોંધ્યો છે.

કિમ્બુવા ગામે રહેતા મીતકુમાર જ્યંતિભાઈ પટેલના કાકાની દિકરી જે પાટણ ખાતે અભ્યાસ કરતી હોઈ તેને ગામના છોકરા હેરાન કરતા હોવાની વાત તેના ભાઇ મીતને કરતા અા બાબતે નાઇ હર્ષદકુમાર ઠપકો આપતાં મનદુ:ખ રાખીને બુધવારે બપોરે પાટણ પાલિકા બજાર અાગળ સમાધાન કરવા કહીને મીતકુમારને બોલાવ્યા હતા. ત્યારે ત્રણ શખ્સોએ ઉશ્કેરાઇ જઇને ચપ્પા વડે ઘા ઝીંક્યા હતા. ગડદાપાટુનો માર મારતા બુમા બુમ કરતા લોકો છોડાવવા દોડી અાવ્યા હતા. અા અંગે મીતકુમાર પટેલે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ઠાકોર કિશોર ઉર્ફે કિશન વજેસંગ, રાવળ સંજયકુમાર રોહિતભાઇ, નાઇ હર્ષદકુમાર નરેન્દ્રભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો