પાટણના વારાહી પોલીસ દ્વારા અપહરણના આરોપીને મેડિકલ ચેકઅપ માટે ગુરૂવારના રોજ રાત્રે 9 કલાકે વારાહી સી.એચ.સી ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાથી મેડિકલ ચેક કરાવી હોસ્પિટલ બહાર નીકળી અંધારાનો લાભ લઇ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.
આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
સાતલપુર તાલુકાના ગોખતર ગામની સગીરાને આજથી થોડા દિવસ અગાઉ ભદ્રીવાડી ગામનો યુવાન ભગાડી ગયો હતો. તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. જેને પોલીસ દ્વારા ગુરૂવારના રોજ ઝડપી પાડ્યો હતો. આરોપીને મેડિકલ ચેકઅપ માટે રાત્રે 9:00 કલાકે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે ચેકઅપ કરાવી હોસ્પિટલની બહાર નીકળી અંધારાનો લાભ લઇ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.