તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ કરી લૂંટ:પાટણમાં ખીજડીયાળીના યુવાનનું અપહરણ કરી લૂંટ ચલાવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 શખ્સોએ છરો બતાવી રૂ.4200 રોકડ, મોબાઇલ, ચાંદીની વીંટીની લૂંટ ચલાવ્યાની ફરિયાદ

પાટણમાંથી ચાર શખ્સોએ તાજેતરમાં ખીજડીયાળી યુવાનનું અપહરણ કરીને તેના પાસેથી રોકડ રૂ.4200, મોબાઇલ, ચાંદીની વીંટી સહિતની લૂંટ ચલાવી હતી આ અંગે લૂંટનો ભોગ બનેલા યુવાનને પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.શંખેશ્વર તાલુકાના ખીજડીયાળી ગામે રહેતા નવલસંગ માધવસંગ રાઠોડ (ઉ.વ.40) તેઓ તારીખ 13/06/2021ના રોજ પાટણ ખાતે તેમના ભાણા ધર્મેન્દ્રસિંહ વાઘેલા દવાખાનામાં દાખલ હોય તેઓની સારવારમાં રોકાયેલા હતા.

તે વખતે પાટણ બજારમાં કામકાજ મેઇન જઇને પાછા આવતા ચતુર્ભુજ બાગમાં પાણી પીવા અને વિસામો કરવા બેઠા હતા તે વખતે બપોરના દોઢ વાગ્યાના અરસામાં બે અજાણ્યા શખ્સો આવીને નવલસંગ રાઠોડનું બાવળું પકડીને બળજબરી બાગમાંથી બહાર લઇ જઇને એક્ટીવામાં બેસાડીને અપહરણ કરી પાટણ નજીક તળાવ પાસે આવેલ મસ્જિદ નજીક સુમસામ કાચા રસ્તે લઇ ગયા હતા. ત્યાં બાવળોની ઝાડીમાં બીજા બે શખ્સો આવ્યા હતા

તે ચાર શખ્સોએ ઘેરીને છરો બતાવીને ધમકાવીને કહ્યું કે જીવતા રહેવુ છે તેમ કહીં શખ્સોએ ખિસ્સામાંથી રોકડ રૂ.4200, ઇયરફોન, મોબાઇલ અને ચાંદીની વીંટી જેની કિ.રૂ.700 મળી કુલ રૂ. 10900ની લૂંટ કરી હતી. આ અંગે ભોગ બનનારે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીએસઆઇ સી.એન.દવે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...