તપાસ:ખોલવાડાની પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મૃતકના પતિએ અકસ્માત મોતની નોંધ દાખલ કરાવી

સિધ્ધપુર તાલુકાના ખોલવાડા ગામે રહેતી પરણિતાને 12 વર્ષના લગ્ન જીવન દરમ્યાન એક દીકરો હતો. તેને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવતા મોત થયું હતું. આ અંગે મૃતક પતિએ સિધ્ધપુર પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.

સિધ્ધપુર તાલુકાના ખોલવાડા ગામે રહેતા દિપુબા અરુણકુમાર ઝાલા તેઓના 12 વર્ષના લગ્ન જીવન દરમ્યાન એક સંતાનમાં દીકરો હતો. તેઓ પરિવાર સાથે રહેતા હતા. તેઓને કોઇ અગમ્ય કારણસર રવિવારે સવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

સારવાર અર્થે સિધ્ધપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. આ ઘટના પગેલે મૃતદેહનુ પીએમ કરીને લાશ વાલીવારસોને સોપી હતી. આ અંગે મૃતકના પતિએ સિધ્ધપુર પોલીસ મથકે અકસ્માત ગુનો નોંધાવ્યો હતો. તપાસ અધિકારી ઇન્ચાર્જ પીઆઇ પી.એસ.ગોસ્વામીએ જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...