તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:નરેશ પટેલના જન્મદિન નિમિતે ખોડલધામ સમિતિ પાટણ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં બ્લડ દાતાઓએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું
  • બ્લડ ડોનરોના બ્લડથી જરૂરિયાતમંદ દર્દીઓને નવી જિંદગી મળશે: ધારાસભ્ય કિરીટ પટેલ

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ ખોડલધામના નરેશ પટેલના જન્મદિન પ્રસંગે રવિવારના રોજ ખોડલધામ સમિતિ પાટણ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત 300 એકત્ર કરવાનો ટાર્ગેટ કરાયો હતો જેમાં મોટી સંખ્યા બ્લડ ડોનરોએ સ્વેચ્છાએ પોતાનું બ્લડ ડોનેટ કરી ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત કરાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પ પ્રસંગે બ્લડ ડોનરનો ઉત્સાહ વધારવા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ખાસ ઉપસ્થિત રહી બ્લડ ડોનરોનાં બ્લડ ડોનેટથી કોઈ જરૂરિયાત મંદ દર્દીની જીંદગી બચશે તેમ જણાવ્યું હતું.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમા પાટણની એસ કે બ્લડ બેન્ક, રેડ ક્રોસ બ્લડ બેન્ક તેમજ ધારપુર બ્લડ બેન્ક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. ખોડલધામ સમિતિ પાટણના કાર્યકર્તાઓ દ્વારા તમામ બ્લડ દાતાઓનો આભાર વ્યક્ત કરી બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...